ફરહાન અખતરના સિક્યોરિટી ગાર્ડનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો
- એકટરનું ઘર ઘોષિત થયું કન્ટેઇનમેન્ટ ઝોન
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.16 જુલાઈ 2020, ગુરુવાર
બચ્ચન પરિવાર, રેખા, અનુપમ ખેર, બોની કપૂર જેવા મહાધાંતાઓના ઘરમાં કોરોનાએ દસ્તક આપી છે. હવે જેમાં ફરહાન અખ્તતર પણ સામેલ થયો છે. ફરહાનનો બંગલો રેખાના બંગલાની બાજુમાં જ છે. રેખાના સિક્યોરિટી ગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યા પછી ત્યાંના તમામ ચોકીદારોના કોરોના ટેસ્ટ થયા હતા જેમાં હવે ફરહાનના ગાર્ડનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
ફરહાનના બંગલાને સીલ કરીને તેને કન્ટેઇનમેન્ટ ઝોન ઘોષિત કરવામાં આવ્યો છે. જોકે આ બાબતે ફરહાન કે જાવેદ અખ્તરની સત્તાવાર પોસ્ટ આવી નથી. ફરહાન રેખાનો પાડોશી છે અને હાલ તેની માતા હની ઇરાની સાથે રહે છે. તેના બંગલાના દરવાજા પર પણ કન્ટેઇનમેન્ટનું બોર્ડ લગાડવમાં આવ્યું છે.
રેખા પણ હાલ હોમ ક્વોરોનટાઇન છે. તેના સિક્યોરિટી ગાર્ડ સિવાય ડોમેસ્ટિક હેલ્પને પણ કોરોના પોઝિટિવ આવ્યાની વાત બહાર આવી છે. કહેવાય છે કે તેના બે ઘરનોકરને કોરોના પોઝિટિવ આવ્યો છે. જોકે રેખાએ બીએમસીના કર્મચારીઓને પોતાના બંગલામાં આવવા દીધા નહોતા. તેના બંગલાને પણ સીલ કરવામાં આવ્યો છે અને બહારથી સેનેટાઇઝ કર્યો છે.