ફરહાન અખ્તરે મુંબઇની કામા હોસ્પિટલના મેડિકલ સ્ટાફને મોકલી પીપીઇ કિટસ
- સાથે એક સુંદર સંદેશો પણ પાઠવ્યો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા 22 મે 2020, શુક્રવાર
કોરોના મહામારીએ સંપૂર્ણ વિશ્વને ભરડામાં લીધો છે. આ જંગમાં સહુ કોઇ મદદ માટે આગળ આવી રહ્યા છે. જેમાં હવે એકટર,ડાયરેકટર ફરનાહ અખ્તરનો પણ સમાવેશ થઇ ગયો છે.
ફરહાને જણાવ્યું હતું કે, તેણે મુંબઇની કામા હોસ્પિટલમાં પર્સનલ પ્રોટેકશન ઇકવિપમેન્ટ કિટસ મોકલી છે. ફરહાને આ કન્સાઇમેન્ટની તસવીર ટ્વીટર પર શેર કરી હતી.તેમજ આ સદકાર્યમા જેમણે જેમણે હિસ્સો આપ્યો હતો તેમનો આભાર પણ માન્યો હતો પીપીઇ કિટના બોકસ પર સુંદર મેસેજ છે કે, દરેકને ઘણો ઘણો પ્રેમ અને જેમણે આ કિટ માટે યોગદાન આપ્યું છે તેમનો આભાર.
ફરહાને હેલ્થવર્કર્સને પીપીઇ કિટનું દાન કરવા માટે લોકોને અપીલ કરી હતી. આ માટે તે ભંડોળ એકઠું કરી રહ્યો હતો. તેણે ૧૦૦૦ પીપીઇ કિટ ડોનેટ કરવા માટે સહાય કરવાની અપીલ કરી હતી. ઘણા બોલીવૂડ સેલિબ્રિટિઓએ કોવિડ ૧૯ના જંગ સામે લડી રહેલા ફ્રન્ટલાઇન વર્કસને સપોર્ટ કરવા સહયોગ આપ્યો હતો.