- ફિલ્મમાં વિક્રાંત મેસીનુ સ્થાન લે તેવી શક્યતા
- ફિલ્મના કાસ્ટિંગમાં ધરમૂળથી ફેરફારો હજુ તો નવા હિરોની પણ શોધ
મુંબઈ : ફરહાન અખ્તરે 'ડોન થ્રી'ના વિલન તરીકે રજત બેદીનો સંપર્ક કર્યો હોવાનું કહેવાય છે. રજત બેદી 'ધી બેડ્સ ઓફ બોલિવુડ' સીરિઝથી એકદમ લાઈમલાઈટમાં આવી ગયો છે. જોકે, હજુ તેણે ફરહાનની ઓફર સ્વીકારી છે કે કેમ તે તત્કાળ જાણી શકાયું નથી.
ફરહાન અખ્તરને 'ડોન ૩' બનાવવામાં લોઢાના ચણા ચાવવા જેવો અનુભવ થઇ રહ્યો છે. ફિલ્મમાંથી એક પછી એક કલાકાર નીકળતા જાય છે. રણવીર સિંહે 'ડોન ૩' છોડયા પછી હિરો ઋતિક રોશનનું નામ ચર્ચામાં હતું પરંતુ હવે એ પણ આ ફિલ્મમાં કામ કરવાનો નથી તેવી માહિતી આવી છે.
કહેવાય છ ેકે, વિક્રાંત મેસીએ સ્ક્રિપ્ટ બાબતે મતભેદોને લીધે 'ડોન થ્રી છોડી હતી. એ પહેલાં કિયારા અડવાણીએ આ ફિલ્મ છોડી દેતાં તેના સ્થાને ક્રિતી સેનોન ગોઠવાઈ હતી.


