‘શરમ કરો...' રાશા થડાણીનો ડાન્સ જોઈ ફરાહ ખાનની તેના બાળકોને સલાહ, રવિનાએ આપી પ્રતિક્રિયા
Farah Khan Praised Rasha Thadani: ફરાહ ખાન જેટલી પોપ્યુલર કોરિયોગ્રાફર છે એટલી જ ફેમસ યુટ્યુબર પણ બની ચૂકી છે. ફરાહ યુટ્યુબ પર કુકિંગ વ્લોગ શેર કરે છે. ફરાહ ખાન બોલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ સાથે રસોઈ કુકિંગ કરે છે અને ચાહકો સાથે તેની ડિશની રેસિપી શેર કરે છે.
રવિના ના લક્ઝુરિયસ અને આલીશાન ફાર્મહાઉસની ઝલક
હવે લેટેસ્ટ વીડિયોમાં ફરાહ ખાન અભિનેત્રી રવિના ટંડનના ફાર્મહાઉસ પર પહોંચી છે. ફરાહ ખાને ચાહકોને રવિના ના લક્ઝુરિયસ અને આલીશાન ફાર્મહાઉસની ઝલક દેખાડી, જે ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછી નથી. ફરાહે રવિના માટે વેજ તવા પુલાવ બનાવ્યો. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવાની સાથે બંનેએ એકબીજા સાથેની પોતાની વર્ષો જૂની મિત્રતાના ઘણા રસપ્રદ કિસ્સાઓ પણ સંભળાવ્યા.
ફરાહે રાશા થડાણીના ડાન્સિંગ સ્કિલ્સના વખાણ કર્યા
રવિના સાથે વાત કરતા ફરાહે તેની દીકરી રાશા થડાણીના ડાન્સિંગ સ્કિલ્સના પણ વખાણ કર્યા. જૂના દિવસોને યાદ કરતા ફરાહે રવિના ને કહ્યું કે, 'રાશા જ્યારે 14 વર્ષની હતી, ત્યારે તેં મને તેનો ડાન્સ વીડિયો મોકલ્યો હતો. રાશા જાણે કે કોઈ સપનાની જેમ ખૂબ જ સુંદર ડાન્સ કરતી હતી. મેં રાશાનો ડાન્સ મારા ત્રણેય બાળકોને બતાવ્યો અને કહ્યું કે, તમને શરમ આવવી જઈએ.' ફરાહની આ વાત સાંભળની રવિના હસી પડી.
હું ખૂબ જ ગરીબ છું
બીજી તરફ રવિના ના ફાર્મહાઉસમાં બે મોટા સ્વિમિંગ પુલ જોઈને ફરાહ ખાને કહ્યું કે, 'મને લાગે છે કે હું ખૂબ જ ગરીબ છું, કારણ કે, મારા સ્વિમિંગ પુલ ખૂબ જ નાના છે.' રવિના અને ફરાહનો બોન્ડ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.