Get The App

સલમાનનું ટ્રાન્સફોર્મેશન જોઈને ખુશીથી ઝૂમ્યાં ફેન્સ, કહ્યું- ભાઇજાન ફરી ફિટ થઈ ગયો છે

Updated: Jun 11th, 2025

GS TEAM

Google News
Google News
સલમાનનું ટ્રાન્સફોર્મેશન જોઈને ખુશીથી ઝૂમ્યાં ફેન્સ, કહ્યું- ભાઇજાન ફરી ફિટ થઈ ગયો છે 1 - image


Salman Khan Transformation: સલમાન ખાન છેલ્લા ઘણાં સમયથી તેના વધતા વજનને લઈને ચર્ચામાં હતો. એક બાજુ તેની ફિલ્મ બૉક્સ ઑફિસ પર ફ્લોપ થઈ હતી અને બીજી બાજુ તે પોતાને ફિટ પણ નહોતો રાખી શકતો. એવામાં સોશિયલમ મીડિયામાં સલમાનને ઘણો ટ્રોલ કરાતો હતો, પરંતુ હવે સલમાને ટ્રાન્સફોર્મેશન કરીને ફરી એકવાર બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. સલમાન હંમેશા પોતાની ફિટનેસને લઈ ચર્ચામાં રહે છે, પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તે ફિટ નહોતો દેખાતો. તેની ફિલ્મ 'સિકંદર'ને લઈને કહેવાતું હતું કે સલમાન તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે. જો કે, તેના ચાહકોને ફિલ્મમાં કે વાસ્તવિક જીવનમાં એવું કંઈ જાવો ના મળ્યું. ખેર, આખરે સલમાને ફરી એકવાર ફિટ દેખાતા તેના ચાહકો ખુશખુશાલ છે. 

સલમાનનું ટ્રાન્સફોર્મેશન જોઈને ખુશીથી ઝૂમ્યાં ફેન્સ, કહ્યું- ભાઇજાન ફરી ફિટ થઈ ગયો છે 2 - image

સોશિયલ મીડિયા પર સલમાનનો એક ફોટો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટો જોયા બાદ ભાઈજાનના ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. બધા તેની નવી સ્ટાઇલ જોઈને એમ કહેવા માટે મજબૂર થઈ ગયા છે કે ભાઈ ફરી શેપમાં પાછો આવી ગયો. ફોટામાં સલમાન તંદુરસ્ત નજરે પડી રહ્યો છે. ચાહકો તેને આ રીતે હવે મોટા પડદા પર પણ કમબેક કરતો જોવા માંગે છે.

સલમાન ખાનનું ટ્રાન્સફોર્મેશન 

'રેસ 3'માં નજર આવી ચૂકેલા સાજન સિંહે તેમના ઓફિશિયલ ઈન્સ્ટા એકાઉન્ટ પર સલમાનનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટામાં સલમાન સાજનના પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. સલમાન સાથેનો આ ફોટો પોસ્ટ કરતાં સાજને કેપ્શનમાં લખ્યું, ‘સર, અમારા માટે બાંહો, ઘર અને દિલ ખોલવા બદલ તમારો આભાર.’

Tags :