Get The App

ફેમસ પંજાબી સિંગરે ચિક્કાર દારૂ પીને કરી મારામારી, બબાલનો કથિત વીડિયો વાઇરલ

Updated: Jul 31st, 2024


Google News
Google News
Singer Millind Gaba



Millind Gaba Video: ફેમસ પંજાબી સિંગર મિલિંદ ગાબાના ચાહકોની સંખ્યા મોટી છે, તેમજ તેના ગીતો ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. જો કે, હાલ તેનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મિલિંદ કથિત રીતે દારૂનો નશો કરી બબાલ કરતો જોવા મળે છે. વીડિયોમાં તે ટી-સીરીઝની ઑફિસમાં અન્ય લોકો સાથે વાતચીત કરતો જોવા મળે છે. આ વાતચીત દરમિયાન અચાનક જ તે એક વ્યક્તિ સાથે કથિત રીતે બબાલ કરી તેના પર હુમલો કરવા લાગે છે.

શું છે ઘટના?

વીડિયોની શરુઆતમાં મિલિંદ ગાબા ટી-સીરીઝની ઑફિસમાં બેસીને કેટલાક લોકો સાથે વાતચીત કરતો જોવા મળે છે, ત્યારબાદ અચાનક જ મિલિંદ અને તેની પાસે બેસેલી એક વ્યક્તિ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થવા લાગે છે. જે બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે. આ દરમિયાન નજીક બેસેલા લોકો બન્નેને રોકવાનો પ્રયાસ કરે છે. જો કે, મામલો શાંત થવાના બદલે વધુ વકરી જાય છે અને મિલિંદ ગુસ્સામાં ઊભો થઈને ટેબલ પર રાખેલા પેપર ફેંકી દે છે અને વ્યક્તિનો કોલર પકડી લે છે. જો કે, ત્યાં હાજર લોકોએ બન્નેને અલગ કરી તે વ્યક્તિનો બચાવ કર્યો હતો. ત્યારબાદ લોકો મિલિંદ ગાબાને બહાર લઈ જાય છે પરંતુ થોડીક વાર બાદ મિલિંદ ફરી ગુસ્સામાં રૂમમાં આવીને તે વ્યક્તિને ધક્કો મારી તેની સાથે મારામારી કરે છે. વાઇરલ વીડિયોમાં સિંગરને દારૂ પીતો પણ જોઈ શકાય છે. 



કોણ છે મિલિંદ ગાબા?

33 વર્ષીય મિલિંદ ગાબા સંગીત જગતમાં ખૂબ જ પ્રખ્યાત છે. 7 નવેમ્બર 1990માં નવી દિલ્હીમાં જન્મેલો મિલિંદ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર 5 મિલિયન (50 લાખ) ફોલોઅર્સ તેમજ યુટ્યુબ પર 1.1 મિલિયન (10 લાખ) કરતાં વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે. તે ટી-સીરીઝ ઉપરાંત અન્ય મ્યુઝિક સ્ટુડિયો સાથે અવારનવાર કામ કરતો હોય છે. ઉપરાંત તે બોલીવૂડની અનેક ફિલ્મોમાં પણ ગીતો ગાઈ ચૂક્યો છે, તેમજ તે વારંવાર લાઇવ કોન્સર્ટ કરતો પણ જોવા મળે છે. 

Tags :