બોલિવૂડનાં મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનનું 72 વર્ષની વયે નિધન
- ચોલી કે પીછે ક્યા હૈ, ડોલા રે ડોલા તેમજ નીંબુડા નીંબુડા જેવા ગીતોની કોરિયોગ્રાફી કરી હતી
- મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 03 જુલાઈ 2020, શુક્રવાર
બોલીવૂડના મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન ગુરુવારના રાતના ૧ વાગીને ૫૨ મિનીટના થઇ ગયું. થોડા દિવસો પહેલા તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા મુંબઇની ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને હૃદય રોગનો હુમલો આવી જતાં અવસાન થઇ ગયું. હોસ્પિટલમાં તેમની કોવિડ-૧૯ ટેસ્ટ પણ કરવામાં આવી હતી જે નેગેટિવ હતી. તેઓ મધર ઓફ ડાન્સ તેમજ માસ્ટર જી તરીકે બોલીવૂડમાં જાણીતા હતા. તેમણે ચોલી કે પીછે ક્યા હૈ, નીંબુડા નીંબુડા, ડોલા રે ડોલા જેવા ગીતોની કોરિયોગ્રાફી કરીને લોકપ્રિયતા તેમજ એવોર્ડ મેળવ્યા હતા.
સરોજના માતા સદ્ધુ સિંહ અને પિતાકિશનચંદ સદ્ધુ સિંહ હતું. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ મુંબઇમાં આવી ગયા હતા. સરોજનો જન્મ મુંબઇમાં ૨૨ નવેમ્બર ૧૯૪૮ના થયો હતો.તેમણે ત્રણ વરસની વયે જ બાળકલાકાર તરીકે ફિલ્મોમાં કામ શરૂ કર્યું. ફિલ્મ નઝરાનામાં બાલ શ્યામાનું પાત્ર ભજવ્યું હતું. અને પછીથી૧૯૫૦થી તેઓ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે ગુ્રપ ડાન્સમાં જોડાયા
સરોજ ખાનનું વાસ્તવિક નામ નિર્મલા નાગપાલ હતું. તેમણે માત્ર ૧૩ વરસની વયે પોતાના ગુરુ બી. સોહનલાલ સાથે લગ્ન કર્યા હતા.સોહનલાલ આ બીજા લગ્ન હતા જેની સરોજ ખાનને જાણ નહોતી. તેમણે ે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. બી. સોહનલાલ સરોજ ખાન કરતા વયમાં ૩૦ વરસ મોટા હતા. તેમજ સરોજ સાથે તેમના આ બીજા લગ્ન હતા.
સાલ ૧૯૬૩માં સરોજ ખાન ેએક પુત્રને જન્મ આપ્યો હતો જેનું નામ રાજૂ ખાન રાખવામાં આવ્યું હતું. આ બાદ બે વરસ પછી તેમણે અન્ય એક બાળકને જન્મ આપ્યો જે આઠ મહિનામાં જ મૃત્યુ પામ્યો.
સરોજ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કોરિયોગ્રાફીને લીધે એક વિશેષ સ્થાન મેળળ્યું હતું. તેમણે પોતાની કારકિર્દીમાં શ્રીદેવી, માધુરી દીક્ષિત અને આલિયા ભટ્ટ સહિત બોલીવૂડના ટોચના ઘણા કલાકારોના કોરિયોગ્રાફ કર્યા હતા.
તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લગભગ ૨૦૦૦થી પણ વધુ ગીતોની કોરિયોગ્રાફી કરી હતી. કોરિયોગ્રાફી પહેલા સરોજ ખાન ૫૦ના દાયકામાં બ્રેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરતા હતા. સાલ ૧૯૭૪માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ ગીતા મેરા નામ થી તેમણે એક સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકે કારકિર્દી શરૂ કરી.
સરોજ ખાનની રસપ્રદ જિંદગી
- તેમના માતા-પિતા પાકિસ્તાનમાં રહેતા હતા
સરોજ ખાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારા પેરન્ટસ પાકિસ્તાનમાં રહેતા હતા. દુર્ભાગ્યવશ ૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડતા તએો બેગમાં કપડા, સોનુ અને રૂપિયા લઇને ભારત આવવા નીકળ્યા. પરંતુ તેમની બેગ કોઇ અજાણી વ્યક્તિ સાથે બદલાઇ ગઇ જેમાં ફક્ત ગંદા કપડા જ ભરેલા હતા. પરિણામે મારા પેરન્ટસ પાસે એક પૈસો નહોતો રહ્યો.
મારા પેરન્ટસ મુંબઇ આવ્યા ત્યારે તો મારો જન્મ પણ થયો નહોતો. મારો જન્મ જન્મ ૧૯૪૮માં થયો હતો. મારા જન્મ સમયે મારા માતા-પિતા પાસે એક પણ પૈસો નહોતો.
હું ૧૩ વરસની હતી અને મારા ગુરુ મારા કરતા વયમાં ૩૦ વરસ મોટા હતા. તેમણે એક દિવસ અચાનક જ મારા ગળામાં કાળો દોરો પહેરાવી દીધો અને અમારા લગ્ન થઇ ગયા. ત્યારે હું એ પણ નહોતી જાણતી કે તેમના પહેલા લગ્ન થઇ ગયા છે અનસંતાનોના પિતા પણ હતા. તેમને ચાર સંતાનો હતા.
૧૪ વરસની કુમળી વયે તો સરોજ ખાને પોતાના પ્રથમ પુત્ર હમીદ ખાન જે આજે રાજુ ખાન કોરિયોગ્રાફર તરીકે જાણીતો છે તેને જન્મ આપ્યો.
૧૯૬૫માં સરોજ ખાન તેમના પતિથી છુટા થઇ ગયા. પરંતુ સોહનલાલને હૃદયરોગનો હુમલો આવતા તેઓ ફરીથી સાથે રહેવા લાગ્યા હતા. આ પછી તેમને ત્યાં બીજા બાળકનો પુત્રી રૂપે હીના ખાનનો જન્મ થયો પરંતુ આઠ મહિના પછી તેનું મૃત્યુ થઇ ગયું. સોહનલાલે સરોજ સાથે થયેલા બાળકોને પોતાના નામ આપવાનો ઇનકાર કર્યો હતો. તેથી સરોજે એક સિંગલ મધર તરીકે બાળકનો ઉછેર કર્યો.
સરોજ ખાને એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, ઇસ્લામ ધર્મ મેં મારી ઇચ્છાથી જ અપનાવ્યો હતો.૧૯૭૫માં તેણે એક બિઝનેસ મેન સરદાર રોશન ખાન સાથે લગ્ન કર્યા અને તેમનાથી તેમને એક પુત્રી સકીના ખાન થઇ જે હાલ દુબઇમાં ડાન્સ ઇન્સ્ટિટયૂટ ચલાવે છે.
સરોજ ખાનની કારકિર્દીમાં ઘણા વિવાદો થયા હતા. કેટરિના કૈફે ફિલ્મ ઠગ ઓફ હિંદુસ્તાનમાં તેમની પાસે કોરિયોગ્રાફી કરાવાનો ઇનકાર કર્યો હતો. કાસ્ટિંગ કાઉચ માટે પણ સરોજ ખાને સલમાન ખાન પર આક્ષેપ મુક્યો હતો.
લોકપ્રિય ગીતો
- ૧૯૮૭ મિ. ઇન્ડિયા શ્રીદેવીનું હવા હવાઇઅને કાટે નહીં કટ તે
- ૧૯૮૮ની ફિલ્મ તેજાબનું માધુરી દીક્ષિતએક દો તીન
- ૧૯૮૯ની ફિલ્મ ચાંદનીનું મેરે હાથો મેં નવ નવ ચુરિયાં
- ૧૯૯૦ ની ફિલ્મ થાણેદારનું તમા તમા લોગે
- ૧૯૯૦ની ફિલ્મ સૈલાબનું હમકો આજ કલ હૈ
- ૧૯૯૨ની ફિલ્મ બેટાનું ધક ધક
- ૧૯૯૩ની ફિલ્મ બાઝીગરનું યહ કાલી કાલી આંખે
- ૧૯૯૪ની ફિલ્મ હમ દિલ દેચુકે સનમનું નીંબુડા નીંબુડા
- ૧૯૯૪માં ખલનાયકનું ચોલી કે પીછે ક્યા હૈ
- મેં ખિલાડી તુ અનારીનું ચુરા કે દિલ મેરા
- ૧૯૯૪ ફિલ્મ અંજામનું ચને કે ખેત મેં
- ૧૯૯૫ની ફિલ્મ યારાના નું મેરા પિયા ઘર આયા ઓ રામજી
- ૨૦૦૧માં લગન ફિલ્મનું રાધા કિસના જલે
- ૨૦૦૨માં ફિલ્મ દેવદાસનું માધુરી અને ઐશ્વર્યા રાય બચ્ચનનું ડોલા રે ડોલા
- ૨૦૦૭માં ફિલ્મ જબ વી મેટનું યહ ઇશ્ક હૈ
- ૨૦૦૭ની ફિલ્મ ગુરુનું બરસો રે મેઘા