Image: Facebook
Actor Paras Chhabra Wedding Plan: એક્ટર પારસ છાબડા એક સમયે માહિરા શર્માને ડેટ કરી રહ્યો હતો. બિગ બોસમાં તેનો પ્રેમ પાંગર્યો હતો પરંતુ હવે બંને અલગ થઈ ચૂક્યા છે. તે આકાંક્ષા પુરી સાથે પણ રિલેશનમાં રહ્યો હતો. બ્રેકઅપનો ગમ વેઠ્યા બાદ પારસ લાઈફમાં મૂવ ઓન થઈ ચૂક્યો છે. હવે તે લગ્ન કરવા ઈચ્છે છે પરંતુ તેની એક શરત છે.
આ પણ વાંચો: અક્ષયની સ્કાયફોર્સના સર્જકો સામે કાનૂની કેસની મનોજ મુંતશિરની ચિમકી
પારસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે 'મારા માતા યુવતી શોધી રહ્યાં છે. મુંબઈ બાદ હવે વૃંદાવનમાં પુત્રવધૂની શોધ કરશે. હું મમ્મીની પસંદની યુવતી સાથે જ લગ્ન કરીશ. તે જ યુવતીને હું મારી દુલ્હન બનાવીશ. હું ઈન્ડસ્ટ્રીની યુવતી સાથે લગ્ન કરીશ નહીં. જે માતાનો હુકમ છે તે માનીશ. મારે ઈન્ડસ્ટ્રીની યુવતી સાથે બિલકુલ લગ્ન કરવા નથી. શોબિજની યુવતીઓ વધુ ટાઈમ આપી શકતી નથી. કામમાં ખૂબ વ્યસ્ત રહે છે. તેમને નેમ, ફેમનો ખૂબ શોખ હોય છે જો ભૂલથી એક પાર્ટનર કરિયરમાં આગળ વધી જાય છે તો બીજાને ઈર્ષ્યા થવા લાગે છે. મે ઈન્ડસ્ટ્રીમાં આવું થતાં ઘણી વખત જોયું છે અને મે પોતે પણ પોતાની લાઈફમાં આને ફેઝ કર્યું છે.' હવે જોવાનું એ રહેશે કે પારસના માતા ક્યાં સુધી તેના માટે દુલ્હન શોધી શકશે.


