સુશાંત સાથે ચેટની અનુભૂતિ કરાવતાં એઆઈથી ટૂલથી પરિવાર વ્યથિત
- એઆઈનો આવો દુરુપયોગ લાગણીને ઠેસ પહોંચાડે છે
- સુશાંત જેવા જ અવાજ અને હાવભાવથી ચાહકોને જાણે સુશાંત જ વાત કરી રહ્યો હોય તેમ લાગે છે
મુંબઈ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ખુદ જાણે વાતચીત કરતો હોય તેવી અનુભૂતિ આપતાં એક એઆઈ ટૂલથી તેનો પરિવાર ભારે વ્યથિત થયો છે. તેમણે કહ્યુ છે કે આવું એઆઈ ટૂલ અમારી લાગણીને ઠેસ પહોચાડી રહ્યું છે.
આ એઆઈ ટૂલ દ્વારા સુશાંતના અવાજ તથા હાવભાવ સહિત તેની સમગ્ર પર્સનાલિટીને રિક્રિએટ કરાઈ છે. ચાહકો તેના પર ચેટ કરે ત્યારે જ સુશાંત જ એ જ અવાજ, એ જ ઉચ્ચારણો અને આરોહ અવરોહ તથા હાવભાવ સાથે વાત કરતો હોય તેમ લાગે છે. સંખ્યાબંધ ચાહકો આ રીતે જાણે સુશાંત સાથે વાત કરી રહ્યા હોય તેવું અનુભવી રહ્યા છે. જોકે, સુશાંતના પરિવારજનો આ ઘટનાક્રમથી નારાજ છે. તેમના મતે સુશાંતની બિનહયાતીમાં તેની વર્ચ્યુઅલ પર્સનાલિટી ઊભી કરી આ રીતે ચેટ કરાવવાનું જરા પણ યોગ્ય નથી.
તેમણે સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સુશાંતનો આ ચેટ અવતાર દૂર કરવા વિનંતી પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે એઆઈ પ્રચલિત થયા બાદ બોલીવૂડ તથા સાઉથના દિવંગત ગીતકારોના અવાજનો ઉપયોગ કરી તેઓ જાણે નવેસરથી કોઈ નવી ફિલ્મનું ગીત ગાઈ રહ્યા હોય તેવા પ્રયાસો પણ થયા છે અને ચાહકોએ આ પ્રયાસોને પણ વખોડયા છે.