ફૈઝલ શેખે જન્નત જુબૈર સાથેનું બ્રેકઅપ કન્ફર્મ કર્યું, કહ્યું - હું દોઢ વર્ષમાં લગ્ન કરવા જઈ રહ્યો છું
Image Source: Twitter
Faisu Confirms Breakup With Jannat: મિસ્ટર ફૈઝુ તરીકે ફેમસ ફૈઝલ શેખ જન્નત ઝુબૈર સાથેના સંબંધોને કારણે સમાચારમાં રહ્યો છે. તેમના સંબંધોના ઘણા અહેવાલો આવ્યા હતા અને બન્ને સોશિયલ મીડિયા પર સાથે ફોટા શૅર કરતા હતા, પરંતુ આ રિપોર્ટની ક્યારેય પુષ્ટિ થઈ ન હતી. જોકે થોડા દિવસો પહેલા તેમના બ્રેકઅપના સમાચારે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. હવે ફૈઝલે પુષ્ટિ કરી છે કે, હું સિંગલ છું અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે.
હું દોઢ વર્ષમાં લગ્ન કરીશ
વાસ્તવમાં ફૈઝલે યુટયુબ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં એલ્વિશ યાદવ તેની સાથે છે. બન્ને સાથે રસોઈ બનાવી રહ્યા છે. એલ્વિશ પૂછે છે કે શું તેની કોઈ ગર્લફ્રેન્ડ છે કે તે કોઈને ડેટ કરી રહ્યો છે? આના પર ફૈઝલે કહ્યું, મારી એક ગર્લફ્રેન્ડ હતી અને તમે જે વિચારી રહ્યા છો ઘણા લોકો એ જ વિચારી રહ્યા છે, પરંતુ એવું કંઈ નથી. ફૈઝલે આગળ કહ્યું, હાલમાં હું કોઈ છોકરીને ડેટ કરી રહ્યો નથી. હું ફક્ત ફરું છું, મજા કરી રહ્યો છું. મિત્રો સાથે સમય પસાર કરી રહ્યો છું, મારા મનને ડાયવર્ટ કરું છું. આ બધું કરવાની ઉંમર છે કારણ કે ભવિષ્યમાં લગ્ન કોઈપણ રીતે થશે. ત્યારબાદ એલ્વિશએ તેને પૂછ્યું કે તે ક્યારે લગ્ન કરશે, જેના જવાબમાં ફૈઝલે જવાબ આપ્યો, હું દોઢ વર્ષમાં લગ્ન કરીશ.