- ફૂડ બિલ, ટ્રાન્સપોર્ટનો ખર્ચો ન અપાયો
- ચેક બાઉન્સના કેસમાં ફસાયેલી અમિષાએ નોન પેમેન્ટનો મુદ્દો ઉઠાવતાં ટ્રોલ થઈ
મુંબઇ : અમિષા પટેલે 'ગદર-ટુ' ફિલ્મના નિર્માતા અનિલ શર્મા પર ફુડ બિલ અને ટ્રોન્સપોર્ટેશનની રકમની ચુકવણી ન કરી હોવાનો આરોપ મુક્યો છે. જોકે, અમિષા ખુદ તાજેતરમાં ચેક બાઊન્સના કેસમાં ફસાઈ હોવાથી લોકોએ તેને પેમેન્ટનો મુદ્દો ઉઠાવવા બદલ ટ્રોલ કરી છે.
અમિષાએ વિવિધ ટ્વિટ કરતાં જણાવ્યું છે કે, ફિલ્મનું અંતિમ શેડયુલ મે મહિનાના અંતમાં ચંદીગઢમાં થયું હતું. તે દરમિયાન ટેકનિશિયનો જેવા કે મેકઅપઆર્ટિસ્ટ, કોસ્ચ્યૂમ ડિઝાઇનર તેમજ અન્યોનાં બિલ નિર્માતા અનિલ શર્માએ આપ્યાં ન હતા.
હોટલ બૂકિંગ, એરપોર્ટ ટ્રાન્સફર સહિતનાં બિલ બાકી રખાયાં હતાં. બાદમાં ફિલ્મની સહ નિર્માતા કંપનીએ દરમિયાનગીરી કરી આ બિલ ભરી આપ્યાં હતા.
જોકે, લોકોએ અમિષાને ટ્રોલ કરી હતી. તાજેતરમાં જ અમિષાએ ચેક બાઉન્સના એક કેસમાં રાંચી કોર્ટમાં હાજર થવું પડયું હતું અને જામીન મેળવવા પડયા હતા. લોકોએ લખ્યું હતું કે જેનો પોતાનો પેમેન્ટ રેકોર્ડ વિવાદાસ્પદ છે તે અન્યોના પેમેન્ટ બાબતે આક્ષેપ કરી રહી છે તે બહુ વિચિત્ર છે.


