બાગી ફોર માટે પણ ટાઈગરને એક્ટિંગ નહિ એબ્સનો જ સહારો
મુંબઇ : દરેક ફિલ્મમાં માત્ર એબ્સ દેખાડીને ટાઈપકાસ્ટ થઈ ગયેલા ટાઈગર શ્રોફને કોઈ અલગ રોલ મળતા જ નથી. તેની આગામી ફિલ્મ 'બાગી ફોર'માં પણ તે 'એબ્સ' દેખાડીને સ્ટન્ટ સીનના ભરોસે ગાડું ગબડાવશે તેવો સંકેત તેણે આ ફિલ્મ વિશે કરેલી પોસ્ટથી મળ્યો છે.
તેણે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયાની જાહેરાત કરતી પોસ્ટ કરી હતી. તેમાં પણ તેણે પોતાના એબ્સના જ ક્લોઝ અપ્સ શેર કર્યા છે.
ફિલ્મનું શૂટિંગ ગત નવેમ્બરથી શરુ થયુું હતું. હવે પોસ્ટ પ્રોડક્શન બાદ આ વર્ષના અંત સુધીમાં ફિલ્મ રીલિઝ કરી દેવામાં આવશે.
ટાઈગરની કેરિયર શરુઆતથી જ ખરાબે ચઢેલી છે.
તેની ગત ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' ટિકિટબારી પર મોટાપાયે ફલોપ થતાં નિર્માતાઓ કરોડોના નુકસાનના ખાડામાં ઉતરી ગયા હતા. બોલીવૂડના નવા કલાકારોની સ્પર્ધા વચ્ચે ટાઈગર પોતાનું સ્થાન ટકાવવા ફાંફા મારી રહ્યો છે.