બ્રેક અપ પછી પણ દિશા અને ટાઈગર વચ્ચે મધુર સંબંધ
- જાહેરમાં એકમેકને ઉમળકાથી મળ્યાં
- ટાઈગરના સમગ્ર પરિવાર સાથે પણ દિશાના સંબંધો અગાઉ જેવા યથાવત
મુંબઇ : બોલીવૂડનાં અનેક કપલ વચ્ચે બ્રેક અપ બાદ અબોલા થઈ જાય છે.
કેટલાક સંજોગોમાં તો બંને વચ્ચે કડવાશ પણ પ્રવર્તતી હોય છે. તેથી વિરુદ્દ દિશા પટાણી અને ટાઈગર શ્રોફે બ્રેક અપ પછી એકબીજા માટે કોઈ જાતની કડવાશ વિના મધુર સંબંધ જાળવી રાખ્યા છે. આ વાતનો પુરાવો તાજેતરમાં એક ઈવેન્ટમાં જોવા મળ્યું હતું.
આ ઈવેન્ટમાં દિશા અને ટાઈગર બંને બ્લેક વસ્ત્રોમાં સજ્જ થઈને આવ્યાં હતાં. બંને એકબીજાને ઉમળકાભેર મળ્યાં હતાં. જાણે કે જૂના મિત્રો મળતાં હોય તેવું તેમનું વર્તન રહ્યું હતું.
આશરે છ વર્ષ સુધી ડેટિંગ બાદ ટાઈગર અને દિશાનું બ્રેક અપ થઈ ગયું હતું. દિશાને લગ્નની ઉતાવળ હતી પરંતુ ટાઈગર તે માટે સંમત થયો ન હતો.
દિશાએ બ્રેક અપ પછી પણ ટાઈગરના પરિવાર સાથે પણ સંબંધો યથાવત જાળવી રાખ્યા છે. તે ટાઈગરની માતા તથા બહેન સાથે પણ અવારનવાર જોવા મળે છે.