Get The App

ધમાલ ફોરમાં ઈશા ગુપ્તા અજય દેવગણની પ્રેયસીના રોલમાં

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
ધમાલ ફોરમાં ઈશા ગુપ્તા અજય દેવગણની પ્રેયસીના રોલમાં 1 - image


- ટોટલ ધમાલની જેમ કેમિયો જ કરશે

- આગામી જૂન સુધીમાં શૂટિંગ પૂર્ણ કરી દેવાશે, આગામી વર્ષે રીલિઝનું પ્લાનિંગ 

મુંબઇ : ઇંદ્ર કુમારની 'ધમાલ ૪'માં  વધુ એક અભિનેત્રી ઇશા ગુપ્તાની એન્ટ્રી થઇ છે.આ ફિલ્મમાં તે અજય દેવગણની પ્રેમિકાની ભૂમિકામાં હશે.ઇશા ગુપ્તા એ 'ટોટલ ધમાલ'માં એક કેમિયો કર્યો હતો. 'ધમાલ ફોર'માં પણ તેનો કેમિયો જ હશે એમ મનાય છે.  આ ફિલ્મમાં સંજિદા શેખ અને અંજલિ આનંદ પણ કામ કરવાના છે. 

ફિલ્મ નું શૂટિંગ માર્ચ મહિનાથી જ શરૂ થઇ ગયું છે અને જૂન મહિના સુધીમાં પુરુ કરવાની યોજના છે. ૧૫મેના શૂટિંગનું અંતિમ શેડયુલ મુંબઇમાં શરૂ કરવામાં આવશે. જેમાં ફિલ્મના ક્લાઇમેક્સ અને એકશન સીકવન્સ નો સમાવેશ હશે.  આ ફિલ્મને ૨૦૨૬માં રિલીઝ કરવામાં આવશે.

આ ફિલ્મમાં અજય દેવગણ, રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, સંજય મિશ્રા અને નાના પાટેકર,ઉપરાંત રવિ કિશન અને ઉપેન્દ્ર લિમયેનો પણ  સમાવેશ કરાયો છે.

Tags :