Get The App

અજય દેવગણની 'ધમાલ ફોર'માં ઈશા ગુપ્તાની એન્ટ્રી

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
અજય દેવગણની 'ધમાલ ફોર'માં ઈશા ગુપ્તાની એન્ટ્રી 1 - image


- લાંબા સમય બાદ ઈશાને કોઈ ફિલ્મ મળી 

- આ જ મહિનામાં ઈશા ધમાલ ફોરના સેટ પર શૂટિંગમાં જોડાઈ જશે

મુંબઇ : ઇશા ગુપ્તા કોમેડી ફિલ્મ 'ધમાલ ૪' સાથે રૂપેરી પડદે ફરી જોવા મળવાની છે. 

અભિનેત્રી આ ફિલ્મમાં અજય દેવગણ સાથે જોવા મળશે. આ જ મહિનાથી અભિનેત્રી ફિલ્મના શૂટિંગમાં જોડાશે. ઇશા 'ધમાલ ૩'નો પણ હિસ્સો હતી. જોકે, હવે ચોથા ભાગમાં તેની ભૂમિકા વધારે લાંબી હશે તેવો દાવો થઈ રહ્યો છે. 

ઇશા હાલમાં જ હની સિંહ તથા જુબિન નૌટિયાલ સાથે  કેટલાક મ્યૂઝિક વીડિયોઝમાં જોવા મળી હતી. બોલીવૂડમાં ૨૦૧૨માં 'જન્નત ટુ' ફિલ્મથી ડેબ્યૂ કરનારી ઈશાને જોકે ધારી સફળતા મળી ન હતી. છેલ્લાં પાંચ-છ વર્ષથી તેને ભાગ્યે જ કોઈ મહત્વનો પ્રોજેક્ટ મળ્યો હતો. 

'ધમાલ ૪'માં ઇશા ગુપ્તા અને અજય દેવગણ ઉપરાંત રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, રવિ કિશન અને સંજય મિશ્રા સહિત અન્ય કલાકારો જોવા મળશે. 

Tags :