શાહબાનો કેસ પરની ફિલ્મમાં યામી સાથે ઈમરાન હાશ્મી
- 80ના દાયકાના કાનૂની જંગ આધારિત ફિલ્મ
- ફિલ્મમાં ઈમરાન હાશ્મી યામી ગૌતમના વકીલ પતિની ભૂમિકા ભજવશે
મુંબઇ : ૧૯૮૫ના ઐતિહાસિક શાહ બાનો કેસ પર ફિલ્મ બનવાની તૈયારી થઇ રહી છે. જેમાં યામી ગૌતમ શાહ બાનોના રોલમાં જોવા મળવાની છે. જ્યારે ઇમરાન હાશ્મી શાહ બાનોના પતિની ભૂમિકામાં જોવા મળવાનો છે. જે એક ધનવાન અને પ્રસિદ્ધ વકીલ હોય છે.
શાહબાનોને ન્યાય મેળવવા માટે સાત વરસ સુધી કાનૂની જંગ લડવો પડયો હતો. આ ફિલ્મમાં હવે ઇમરાન હાશ્મી જોડાવાથી ફિલ્મ વધુ રસપ્રદ બનશે તેમ જણાઇ રહ્યું છે.
શાહબાનોએ સર્વોચ્ચ ન્યાયાલયમાં પતિ વિરુદ્ધ કેસ કર્યો હતો. જેમાં તેણે સાત વરસની લડાઇપછી પતિ પાસેથી ગુજરાન ભથ્થું મેળવવાનો ચુકાદો હાંસલ કર્યો હતો. જોકે, બાદમાં સરકારે આ ચુકાદાને પલ્ટાવી દીધો હતો.
આ ફિલ્મનું દિગ્દર્શન સુપર્ણ વર્મા કરવાનો છે.