Get The App

એમી ઍવોર્ડ્સ 2025: 'ધ સ્ટુડિયો'ને 13 ઍવોર્ડ, 'અડોલસન્સ' પણ છવાઈ; જુઓ આખું લિસ્ટ

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
એમી ઍવોર્ડ્સ 2025: 'ધ સ્ટુડિયો'ને 13 ઍવોર્ડ, 'અડોલસન્સ' પણ છવાઈ; જુઓ આખું લિસ્ટ 1 - image


Image Source: Twitter

Emmy Awards 2025 Winners: ટેલિવિઝનની દુનિયામાં ઓસ્કાર તરીકે ઓળખાતા એમી ઍવોર્ડ્સ 2025ના વિજેતાઓની જાહેરાત થઈ ગઈ છે. દર વર્ષે ઘણા એક્ટર્સના મનમાં આ ઍવોર્ડ ફંક્શનમાં ટ્રોફી ઉઠાવવાની આશા રાખે છે. જ્યાં કેટલાક એક્ટર્સ નોમિનેટ થયા પછી પણ ઍવોર્ડ મેળવવાથી ચૂકી જાય છે, તો કેટલાકનું સ્વપ્ન સાકાર થાય છે. 77મા એમી ઍવોર્ડ્સ 2025ના વિજેતાઓનું આખું લિસ્ટ સામે આવી ગયુ છે. જેમાં કોમેડી સિરીઝ 'ધ સ્ટુડિયો' એ ઇતિહાસ રચ્યો છે. તેને કુલ 13 એવોર્ડ્સ મળ્યા છે. જોકે આમ તો તેનું આયોજન 14 સપ્ટેમ્બર 2025ના રોજ લોસ એન્જલસના પીકોક થિયેટરમાં કરવામાં આવ્યું હતું. પરંતુ ભારતીય સમય પ્રમાણે તે સાંજે 6:30 વાગ્યે શરૂ થયું. તો ચાલો તમને એ એક્ટર્સના નામ જણાવીએ જેમણે એમી ઍવોર્ડ પોતાના નામે કર્યો છે. 

77મા એમી ઍવોર્ડ્સ 2025માં જીન સ્માર્ટે 'હેક્સ' માટે કોમેડી સીરિઝમાં ઍવોર્ડ પોતાના નામે કર્યો છે. જ્યારે, સેઠ રોજનને 'ધ સ્ટુડિયો' માટે કોમેડી સીરિઝમાં બેસ્ટ એક્ટરનો ઍવોર્ડ મળ્યો છે. વાસ્તવમાં આ ઍવોર્ડ માટે 'સેવરેન્સ'ને 27થી વધુ નોમિનેશન મળ્યા છે. જ્યારે, 'ધ પેંગ્વિન' ને 24 મળ્યા છે. ચાલો આખુ લિસ્ટ જોઈએ. 

એમી ઍવોર્ડ્સ 2025માં કોણ રહ્યું આગળ?

ઍવોર્ડ

નામ

શો/સીરિઝ

બેસ્ટ એક્ટ્રેસ (ડ્રામા)

બ્રિટ લોઅર

સેવરેન્સ

બેસ્ટ એક્ટર (કોમેડી)

સેઠ રોજન

ધ સ્ટુડિયો

બેસ્ટ એક્ટ્રેસ (કોમેડી)

જીન સ્માર્ટ

હૈક્સ

બેસ્ટ એક્ટર (લિમિટેડ સીરિઝ)

સ્ટીફન ગ્રાહમ

અડોલસન્સ

બેસ્ટ એક્ટ્રેસ (લિમિટેડ સીરિઝ)

ક્રિસ્ટિન મિલિઓટી

ધ પેંગ્વિન

સપોર્ટિંગ એક્ટર (ડ્રામા)

ટ્રેમેલ ટિલમેન

સેવરેન્સ

સપોર્ટિંગ એક્ટ્રેસ (ડ્રામા)

કેથરીન લાનાસા

ધ પિટ

સપોર્ટિંગ એક્ટર (કોમેડી)

જેફ હિલર

સમબોડી સમવ્હેયર

મ (કોમેડી)

હન્નાહ આઈનબિંદર

હૈક્સ

સપોર્ટિંગ એક્ટર (લિમિટેડ સીરિઝ)

ઓવેન કૂપર

અડોલસન્સ

સપોર્ટિંગ એક્ટ્રેસ (લિમિટેડ સીરિઝ)

એરીન ડોહર્ટી

અડોલસન્સ


કઈ સીરિઝને મળ્યો ઍવોર્ડ

વાસ્તવમાં બેસ્ટ ડ્રામા સીરિઝ માટે પણ ઘણી ટોપ સીરિઝને નોમિનેશન મળ્યુ હતું. જેમાં ધ વ્હાઇટ લોટસ, સેવરેન્સ, પારાડાઈઝ સામેલ હતી. પરંતુ 'ધ પિટ' એ આ  ઍવોર્ડ પોતાના નામે કર્યો છે. બીજી તરફ બેસ્ટ કોમેડી સીરિઝ કેટેગરીમાં, હૈક્સ, નોબડી વૉન્ટને પાછળ છોડીને 'ધ સ્ટુડિયો' એ બાજી મારી લીધી છે. આ સાથે જ બેસ્ટ કોમેડી સીરિઝનો ઍવોર્ડ પોતાના નામે કર્યો છે. જ્યારે બેસ્ટ લિમિટેડ એન્થોલોજી સીરિઝ કેટેગરીમાં અડોલસન્સ વિનર બની છે. જ્યારે બેસ્ટ રિયાલિટી કોમ્પિટિશન પ્રોગ્રામ કેટેગરીમાં The Traitorsને એમી ઍવોર્ડ મળ્યો છે.

સીરિઝ

વિનર

બેસ્ટ ડ્રામા સીરિઝ

The Pitt

બેસ્ટ કોમેડી સીરિઝ

ધ સ્ટૂડિયો

બેસ્ટ લિમિટેડ એન્થોલોજી સીરિઝ

અડોલસન્સ

બેસ્ટ રિયાલિટી કોમ્પિટિશન પ્રોગ્રામ

The Traitors

બેસ્ટ ટૉક સીરિઝ

ધ લેટ શૉ વિથ સ્ટેફિન

બેસ્ટ સ્ક્રિપ્ટ વેરાયટી સીરિઝ

લાસ્ટ વીક ટુ નાઈટ વિથ જૉન ઑલિવર

Tags :