Get The App

35 વર્ષીય અભિનેત્રી કૃષ્ણ ભક્ત બની, નવું નામ મળતાં કહ્યું - જ્યારથી ભારત આવી છું...

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
Elli AvrRam


Elli AvrRam: બોલિવૂડની ગ્લેમરસ દુનિયામાં પોતાની ઓળખ બનાવનાર 35 વર્ષીય અભિનેત્રી એલી અવરામ હાલમાં પોતાની આધ્યાત્મિક સફરને લઈને ચર્ચામાં છે. એલી હવે સંપૂર્ણપણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગઈ છે અને ઇસ્કોન મંદિર તેના માટે શાંતિનું ધામ બની ગયું છે.

અંકલે આપ્યું નવું નામ: 'કૃષ્ણા'

એલીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તેનો ભગવાન કૃષ્ણ સાથેનો સંબંધ ઘણો ઊંડો અને અંગત છે. તેણે જણાવ્યું કે, 'જ્યારથી હું ભારત આવી છું ત્યારથી હું આધ્યાત્મિકતા વિશે ઘણું શીખી રહી છું. મારા અંકલે મને 'કૃષ્ણા' નામ આપ્યું છે અને ત્યાંથી જ મારી આ સુંદર સફરની શરૂઆત થઈ છે.'

શાંતિ અને એનર્જીની શોધ

એલી માટે મંદિર જવું એ માત્ર દર્શન પૂરતું મર્યાદિત નથી, પરંતુ એક આત્મિક અનુભવ છે. તે કલાકો સુધી ઇસ્કોન મંદિરમાં બેસીને ભગવાનની ભક્તિમાં મગ્ન રહે છે. તે કહે છે કે તેને ત્યાંના શાંત વાતાવરણમાં જે એનર્જી મળે છે, તે તેને પ્રોફેશનલ લાઈફના તણાવમાંથી મુક્તિ અપાવે છે. એલીના મતે, 'કૃષ્ણ કોન્શિયસનેસ'માં તેને અતૂટ શ્રદ્ધા છે.

આ પણ વાંચો: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નની તસવીરો વાયરલ થતાં લોકો આશ્ચર્યમાં

2013થી ભારત સાથે અતૂટ નાતો

મૂળ સ્વીડનની એલી અવરામે 2013માં ફિલ્મ 'મિક્કી વાયરસ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'બિગ બોસ' અને ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. છેલ્લા 12 વર્ષથી ભારતમાં રહેતી એલી હવે ભારતીય સંસ્કૃતિ અને ભક્તિના રંગમાં સંપૂર્ણપણે રંગાઈ ગઈ છે.

35 વર્ષીય અભિનેત્રી કૃષ્ણ ભક્ત બની, નવું નામ મળતાં કહ્યું - જ્યારથી ભારત આવી છું... 2 - image