લો, હવે એકતા પણ મંગળ વિશે સિરિઝ બનાવશે
-અક્ષય કુમાર તો ફિલ્મ બનાવી રહ્યો છે
-એકતાએ ઇસરોના વિજ્ઞાાનીઓ સાથે ચર્ચા કરી
મુંબઇ તા.12 ડિસેંબર 2018, બુધવાર
ટચૂકડા પરદાની સામ્રાજ્ઞાી ગણાતી અને મોખરાની ફિલ્મ સર્જક એકતા કપૂરે મંગળ અભિયાન વિશે સિરિઝ બનાવવાની જાહેરાત કરતાં બોલિવૂડમાં ઘણાને આશ્ચર્ય થયું હતું.
આશ્ચર્ય થવાનું કારણ સમજી શકાય એવું છે કે અત્યાર અગાઉ મોખરાનો અભિનેતા અક્ષય કુમાર આ વિષય પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી ચૂક્યો છે અને એણે સ્ટારકાસ્ટ સાથે
ફિલ્મની તૈયારી પણ શરૃ કરી દીધી હતી.
વિશ્વસનીય સૂત્રોએ કહ્યું કે એકતા છેલ્લા થોડા સમયથી ઇન્ડિયન સ્પેશ રિચર્સ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના વિજ્ઞાાનીઓ સાથે સંપર્કમાં હતી અને એણે આ વિજ્ઞાાનીઓ સાથે મંગળ વિશે
સિરિઝ બનાવવા અંગે ચર્ચા કરીને માર્ગદર્શન પણ માગ્યું હતું.
અક્ષય કુમારની ફિલ્મની જો કે એક વિશેષતા એ છે કે એણે આખુંય મંગળ અભિયાન મહિલા વિજ્ઞાાનીઓએ પાર પાડયું એવો દ્રષ્ટિકોણ નજર સમક્ષ રાખીને એક કરતાં વધુ અભિનેત્રીને
સાઇન કરી હતી.
એકતાએ ગયા વરસે બેંગલોરમાં ઇસરોના વિજ્ઞાાનીઓ સાથે ચર્ચા કરી ત્યારે વિજ્ઞાાનીઓએ હરી ઝંડી આપી નહોતી. એટલે એકતાએ આ પ્રોજેક્ટને થોડો સમય અટકાવી રાખ્યો હતો
પરંતુ અક્ષય કુમારે આ પ્રોજેક્ટ જાહેર કરતાં તરત એકતાએ પણ પોતાના પ્રોજેક્ટને શરૃ કરવાનો નિર્ણય કર્યો હતો એમ આ સૂત્રોએ વધુમાં કહ્યું હતું.