શ્રદ્ધા કપૂરે 17 કરોડ ફી માગતાં એકતા કપૂરે તેને પડતી મૂકી
- સ્ત્રી-ટૂ પછી શ્રદ્ધાએ ફી વધારી દીધી
- લો બજેટ ફિલ્મો બનાવવા માટે જાણીતી એકતા હવે નવી હિરોઈનની શોધમાં
મુંબઈ: શ્રદ્ધા કપૂરે એકતા કપૂરનાં પ્રોડક્શન હેઠળ બની રહેલી એક થ્રીલર ફિલ્મ ફીના મામલે છોડી દીધી હોવાનું કહેવાય છે. 'સ્ત્રી ટૂ'ની સફળતા પછી શ્રદ્ધા કપૂરે પોતાની ફી વધારી દીધી છે અને તે આ મામલે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂરે ૧૭ કરોડ રુપિયાની ફી માગી હતી પરંતુ એકતા કપૂરે આટલી રકમ આપવાનો ઈનકાર કર્યો હતો. બંને વચ્ચે વાટાઘાટો ચાલી હતી પરંતુ આખરે તેનો કોઈ નિવેડો ન આવતાં શ્રદ્ધા કપૂર આ ફિલ્મમાંથી નીકળી ગઈ છે. હવે એકતા કપૂર તેની જગ્યાએ નવી હિરોઈન શોધી રહી છે.
એકતા લો બજેટ ફિલ્મો બનાવવા માટે જાણીતી છે અને તે પોતાની પ્રોડક્શન કોસ્ટ વધારવા માગતી નથી.
આ ફિલ્મનું દિગ્દર્શન 'તુમ્બાડ'થી જાણીતા ડાયરેક્ટર રાહી અનિલ બર્વે કરી રહ્યા છે.