એકતા કપૂરે એએલટીટી સાથે સંકળાયેલી ન હોવાની સ્પષ્ટતા કરી
- 24 ઓટીટી પ્લેટફોર્મસ પર અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવામાં એલટીટી પણ સામેલ હતી
મુંબઇ : ૨૬ જુલાઇના રોજ બાલાજી ટેલિફિલ્મસે સ્પષ્ટીકરણ કહ્યું હતું કે,એકતા કપૂર અને શોભા કપૂરનો એએલટીટી સાથે કોઇ સંબંધ નથી. કંપનીએ જણાવ્યું હતું કે ૨૦૨૧ જૂનના રોજ બન્ને જણાએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા હતા. તેમને એલટીટી સાથે કોઇ સંબંધ નથી. વાત એમ છે કે, અશ્લીલ સામગ્રી પ્રસારિત કરવાના આરોપમાં ૪ ઓટીટી પ્લેટફોર્મસ પર ભારત સરકારે કાર્યવાહી કરી હતી . જેમાં એએલટીટી ઓલ્ટ બાલાજીના નામે જાણીતું હતું.
વ્યાપક અટકળો અને મીડિયા કવરેજ પછી બાલાજી ટેલીફિલ્મસે એક સ્પષ્ટીકરણ કર્યું છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરે તેમને આ પ્લેટફોર્મથી દૂર કરી દીધા છે. એકતાની કંપની તરફતી આ સ્પષ્ટીકરણ એટલે કરવામાં આવ્યું હતું કે, એએલટીટી નિષ્કિય કરવામાં આવ્યું પછી પણ એકતા અને શોભા કપૂર કંપની સાથે જોડાયેલા છે.
તેથી કંપનીએ જણાવ્યું હતું કે, બન્ને જણાઓ ૨૦૨૧થી જ આ કંપનીથી છુટા પડી ગયા છે અને તેનો હિસ્સો નથી.
કંપનીએ પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું છે કે, મીડિયાએ હવે પછી આ બાબતે પોતાની જવાહતારી તથા તથાત્મક રિપોર્ટ કરવો જરૂરી છે.