દોસ્તાના ટૂ કાર્તિકને બદલે વિક્રાંત મૈસી સાથે બનશે
- કરણ જોહરે પ્રોજેક્ટ રિવાઈવ કર્યો
- આ જ ફિલ્મને કારણે કાર્તિક અને કરણ જોહર વચ્ચે અણબનાવ થયો હતો
મુંબઈ : કરણ જોહર 'દોસ્તાના ટૂ' ફિલ્મનો પ્રોજેક્ટ રિવાઈવ કરી રહ્યો છે. જોકે, આ વખતે તે આ ફિલ્મ કાર્તિક આર્યનને બદલે વિક્રાંત મૈસી સાથે બનાવવાનો હોવાનું કહેવાય છે.
આ ફિલ્મનાં શૂટિંગ વખતે જ કરણ જોહર અને કાર્તિક વચ્ચે અણબનાવ થયો હતો. થોડુંક શૂટિંગ પૂર્ણ થયા બાદ કરણ જોહરે કાર્તિક પર અનપ્રોફેશનલ અભિગમનો આરોપ મૂકી તેને કાઢી મૂક્યો હતો અને ફિલ્મ બંધ કરી દીધી હતી. એમ પણ કહેવાય છે કે મૂળ તકરાર કાર્તિક આર્યન અને ફિલ્મની હિરોઈન જાહ્નવી કપૂર વચ્ચે થઈ હતી અને તેમાં કરણ જોહરે જાહ્નવીની તરફેણ કરી હતી. જોકે, હવે કરણ અને કાર્તિક વચ્ચે ફરી સુલેહ થઈ ચૂૂૂકી છે અને કાર્તિક કરણની એક ફિલ્મ 'નાગઝિલ્લા'માં કામ પણ કરી રહ્યો છે. પરંતુ, કરણે 'દોસ્તાના ટૂૂ' માટે કાર્તિકને જ રિપીટ કરવાને બદલે વિક્રાંત મૈસીને તક આપવાનું નક્કી કર્યું છે. ફિલ્મના બીજા હિરો તરીકે લક્ષ્યને જાળવી રખાશે એમ મનાય છે.