શુ તમે પ્રવાસન સ્થળ વાયનાડની આ 5 અદભુત જગ્યા વિશે જાણો છો ?
કેરળના વિવિધ પ્રવાસન સ્થળો પૈકીમાંનું એક વાયનાડ ખુબ સુંદર અને અદભુત સ્થળ છે
વાયનાડ જીલ્લામાં પહાડોની વચ્ચે આવેલો બાણાસુર નામનો સુંદર બંધ આવેલો છે
તા. 21 જાન્યુઆરી 2023, શનિવાર
ભારતના પ્રવાસન સ્થળોમાં કેરળ તેની કુદરતી સૌંદર્યથી ખુબ જાણીતુ છે. અને કેરળના વિવિધ પ્રવાસન સ્થળો પૈકીમાંનું એક વાયનાડ ખુબ સુંદર અને અદભુત સ્થળ છે. પરંતુ આ સિવાય વાયનાડમાં આર્કશિત કરતાં ઘણા મહત્વના સ્થળ છે જેમાં ઐતિહાસિક ગુફાઓ તેમજ મંદિરો અને મસ્જિદો પણ આવેલી છે. પશ્ચિમ ઘાટની આસપાસના પર્વતો વચ્ચે વાયનાડનું કુદરતી સૌંદર્ય આજે પણ અદભુત છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે તો આ જગ્યા સ્વર્ગથી પણ વધારે સુંદર છે. જો તમે મિત્રો અથવા પરિવાર સાથે વાયનાડનો પ્રવાસ કરવાનો મુડ બનાવો છો તો આ ખૂબ જ યાદગાર સાબીત થશે. આજે તમને વાયનાડમાં જોવા લાયક મહત્વની જગ્યાઓ વિશે વિગતવાર જાણકારી આપીશુ. જે તમને ખૂબ જ ઉપયોગી રહેશે.
બાણાસુર બંધ
વાયનાડ જીલ્લામાં બાણાસુર પહાડોની વચ્ચે આવેલો સુંદર બાણાસુર નામનો બંધ છે. આ બાણાસુર બંધ એ દેશના સૌથી મોટો માટીથી બનાવેલો બંધ છે. અને એશિયાનો બીજા નંબરનો બંધ છે. બંધના ઉપરથી વિશાળ જળાશયનું દ્ગશ્ય ખૂબ સુંદર દેખાય છે. અહી તમે સ્પીડ બોટીંગ, ટ્રેકિંગ જેવી રોમાંચક મજા પણ ઉઠાવી શકો છો. આ ઉપરાંત પહાડોની ટોચથી બાણાસુર ધોધનો નજારો તો તમને મંત્રમુગ્ધ કરી દે તેવો અદભુત નજારો છે.
એડક્કલ ગુફાઓ
વાયનાડની આ ગુફાઓ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. જે ઇ.સ 6000 પુર્વની હોવાનું માનવામાં આવે છે. આ ગુફાઓ સુધી પહોચવા માટે અંબુકુટી માળા દ્વારા ટ્રેકિંગ કરવાની જરુરીયાત પડે છે. અને તેના માટે પહાડો પર લગભગ 45 મિનિટ સુધી ટ્રેકિંગ કરવુ પડે છે. અને એ પછી જ તમે આ ગુફાઓ સુધી પહોચી શકો છો. ગુફાની અંદર તમને બે રુમ જોવા મળશે. જેમાં નીચેવાળો રુમ 18 ફુટ લાંબો, 12 ફુ઼ટ પહોળો અને 10 ફુટ ઉંચો છે. જ્યારે ઉપરનો રુમ 96 ફુટ લાંબો, 22 ફુ઼ટ પહોળો અને 18 ફુટ ઉંચો છે. આ ગુફાઓમાં તમે પશુઓની આકૃતિઓ અને માનવીના ઉપયોગમાં આવતી વસ્તુઓ જોવા મળશે. આ પ્રતિકૃતિઓની કોતરણી એક ખુબ પ્રબુધ્ધ સમાજનું જીવતુ જાગતુ પ્રમાણ છે કે આ પુર્વ અહી યુગો પહેલા એક સમાજ પહેતો હતો. એડક્કલની આ ગુફાઓ દુનિયાના પુરાતન વિભાગ અને ઈતિહાસના વિદ્યાર્થીઓનું ધ્યાન પોતાની તરફ આકર્શિત કરે છે.
સુચિપારા ધોધ
જો તમે વાયનાડમાં ફરવા ગયા છો અને સુચિપારા ધોધ ના જોયો તો તમે કાંઈ નથી જોયું. વાયનાડમાં તેને પ્રહરી રોક ઝરણા તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 200 મીટર ઉંચાઈથી આ ધોધ પડી રહ્યો છે. જો તમે તમારા પ્રવાસમાં આવા કોઈ જગ્યાની શોધમાં આવ્યા છો તો આ જગ્યા તમારી માટે બેસ્ટ છે. આ સિવાય વાયનાડમાં પુકોટ ઝીલ અને કંથાનપારા નામના ઝરણા પણ છે ત્યા પણ તમે ફરવા જઈ શકો છો.
વાયનાડ વન્યજીવ અભ્યારણ્ય
વાયનાડ વન્યજીવ અભ્યારણ્ય એ કેરળનું સૌથી મોટુ વન્યજીવ અભ્યારણ્ય છે કે જે પ્રવાસીઓને તેની તરફ આકર્ષિત કરે છે. તમને બતાવી દઈએ કે વાયનાડ વન્યજીવ અભ્યારણ્ય વનસ્પતિઓ અને કેટલીક લુપ્ત થઈ રહેલી પ્રજાતિના વસવાટનું સ્થાન માનવામાં આવે છે. આ સ્થાન પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. આ વાયનાડ વન્યજીવ અભ્યારણ્યની સ્થાપના વર્ષ 1973 માં કરવામાં આવી હતી.
ચેમ્બરા પીક
મેપ્પાડીથી નજીક અને કલપેટ્ટાથી માત્ર 8 કિલોમીટર દક્ષિણ તરફ આવેલુ છે. ચેમ્બરા પીક વાયનાડ હિલ્સ સ્ટેશનની સૌથી ઊંચી જગ્યા છે. જે સમુદ્ર તળથી 2000 મીટરની ઉંચાઈએ આવેલુ છે.
મુથાંગા વાઈલ્ડ લાઈફ સેંચુરી
એવુ કહેવામાં આવે છે કે મુથાંગા વન્યજીવ અભ્યારણ્યમાં એવા કેટલાય પ્રાણીઓ છે કે જે તમે ક્યારેય જોયા પણ નહી હોય એવા પ્રાણીઓ અહી જોવા મળશે. આ સિવાય તમે ઈ-3 થીમ પાર્ક ફરવા જઈ શકો છો.