દિશા પટણી ફરી સાઉથ તરફ, સુરિયાની હિરોઈન બનશે
- તેલુગુ ફિલ્મથી જ કેરિયર શરુ કરી હતી
- સુરિયાની આ ૪૨મી ફિલ્મ પિરિયડ ડ્રામા હોવાની અટકળો, દિશા પર અભિનંદનોનો વરસાદ
બોલીવૂડ અભિનેત્રી દિશા પટાણીને સાઉથનો એક મોટો પ્રોજેક્ટ હાથ લાગ્યો છે. જય ભીમ ફિલ્મને લીધે ભારતભરમાં જાણીતા બની ચુકેલા સુરિયાની હિરોઈન તરીકે તેને ફિલ્મ મળી છે.
સુરિયાએ ગયા ઓગસ્ટ માસમાં આ ફિલ્મની જાહેરાત કરી હતી પરંતુ ત્યારે તેણે હિરોઈન કોણ હશે એ પ્રગટ કર્યું ન હતું. હવે દિશા પટાણીનું નામ હિરોઈન તરીકે જાહેર થયું છે અને તેનો ફર્સ્ટ લૂક પણ સામે આવ્યો છે.
ફિલ્મના ટીઝર પરથી એવો ખ્યાલ આવે છે કે આ એક પિરિયડ ફિલ્મ હશે અને તેમાં બાહુબલી તથા બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મોની જેમ વીએફએક્સની ભરમાર હશે.
ફિલ્મનું દિગ્દર્શન શિવા કરશે જ્યારે દેવી શ્રી પ્રસાદ મ્યુઝિક કમ્પોઝ કરવાના છે.
સાઉથમાં આ ફિલ્મને બહુ મહત્વાકાંક્ષી ગણાવવામાં આવી રહી છે. આ ફિલ્મ મેળવવા બદલ દિશા પટાણી પર અભિનંદનોનો વરસાદ પણ થઈ રહ્યો છે. સુરિયાનું નામ હાલ ટોચના અભિનેતાઓમાં લેવામાં આવે છે. માત્ર કમર્શિઅલ રીતે જ નહીં પરંતુ ક્રિટિક્સ દ્વારા પણ તેના પરફોર્મન્સના વખાણ થાય છે. તેની જય ભીમ ફિલ્મ ભારત સહિત દુનિયાભરમાં બહુ વખણાઈ છે. તેની સાથે હિરોઈન તરીકે રોલ મળ્યો એ દિશા માટે એક સુવર્ણ તક ગણાવવામાં આવી રહી છે.
સાઉથની અનેક અભિનેત્રીઓ હિંદીમાં આવી છે તેમ હિંદીની પણ કેટલીય અભિનેત્રીઓએ સાઉથમાં સફળ કારકિર્દી બનાવી છે. દિશાની તો શરુઆત જ એક તેલુગુ ફિલ્મથી થઈ હતી.
બોલીવૂડમાં આજકાલ દિશા તેની ફિલ્મો કરતાં પણ ટાઈગર શ્રોફ સાથેનાં તેનાં બ્રેક અપને કારણે વધારે ચર્ચામાં છે. બંને વચ્ચે છ વર્ષ સુધી રિલેશનશિપ રહી હતી પરંતુ તાજેતરમાં જ તેઓ છૂટાં પડી ગયાં હતાં.