Get The App

દિશા પટાણી પણ હોલીવૂડમાં ડેબ્યુ કરવાની તૈયારીમાં

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
દિશા પટાણી પણ હોલીવૂડમાં ડેબ્યુ કરવાની તૈયારીમાં 1 - image


- મશહૂર દિગ્દર્શક કેવિન સ્પેસીની ફિલ્મ હોલીગાર્ડસથી હોલીવૂડમાં કારકિર્દી શરૂ કરશે

મુંબઇ : દિશા પટાણી પણ હોલીવૂડમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહી છે. અભિનેત્રી ઓસ્કાર વિજેતા દિગ્દર્શક કેવિન સ્પેસીની ફિલ્મ હોલીવગાર્ડસથી હોલીવૂડમાં ડેબ્યુ કરશે.દિશાએ જાન્યુઆરીમાં  ડુરૈંગોમાં શૂટિંગમાં કર્યુ હોવાનું સૂત્રે જણાવ્યું હતું.સૂત્રે વધુમાં કહ્યું હતું કે તેના દ્રશ્યો શાનદાર છે અને તેના ચાહકો માટે મોટી સરપ્રાઇઝ  સમાન હશે.અભિનેત્રી આ ફિલ્મમાં ગોલ્ફ લુંડગ્રેન, ટાયરેસ ગિબ્સન અને બ્રિયાના હિલ્ડેબ્રાન્ડ સાથે જોવા મળશે. આ એક સુપરનેચરલ એકશન-થ્રિલર ફિલ્મ હશે જેનું શૂટિંગ મેક્સિકોમાં કરવામાં આવ્યંર છે. ડાયરેકટર કેવિન સ્પેસી ૨૦ વરસ પછી આ ફિલ્મના દિગ્દર્શક તરીકે પાછો ફરી રહ્યો છે. હોલીગાર્ડસ ફિલ્મ એક સુપરનેચરલ એકશન-થ્રિલર ફિલ્મ છે.

 જે સ્ટૈટિગાર્ડસ વર્સીસ હોલીગાર્ડ નામની ફ્રેન્ચાઇજીનો હિસ્સો છે. 

ફિલ્મનું શૂટિંગ મેક્સિકોના ડુરૈંગોમાં કરવામાં આવ્યું છે. જેનું ટ્રેલર ૨૦૨૫ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવામાં આવ્યું હતું. 

Tags :