Get The App

VIDEO: પંજાબી સિંગરને ડેટ કરી રહી છે દિશા પટની? 'મિસ્ટ્રી બોય' સાથેનો વીડિયો વાઈરલ

Updated: Jan 13th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO: પંજાબી સિંગરને ડેટ કરી રહી છે દિશા પટની? 'મિસ્ટ્રી બોય' સાથેનો વીડિયો વાઈરલ 1 - image

Disha Patani Dating: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાની પ્રોફેશનલ લાઈફથી વધુ પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. ચાહકો દિશાની લવ લાઈફ વિશે જાણવા માટે ઉત્સુક હોય છે. ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપ બાદ હવે તેનું નામ પંજાબી સિંગર તલવિંદર સાથે જોડવામાં આવી રહ્યું છે. અહેવાલો પ્રમાણે દિશા હાલમાં પંજાબી સિંગર તલવિંદરને ડેટ કરી રહી છે. તાજેતરમાં જ નુપુર સેનનના લગ્નમાં બંને સાથે જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા એક વીડિયો વાઈરલ થયો છે જેમાં પર બંને હાથમાં હાથ પરોવીને ઊભા છે.  

 'મિસ્ટ્રી બોય' સાથેનો વીડિયો વાઈરલ 

દિશા પટની તાજેતરમાં જ કૃતિ સેનનની બહેન નુપુર સેનનના લગ્નમાં સામેલ થવા માટે ઉદયપુર ગઈ હતી. નુપુરના લગ્નનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં દિશા અને તલવિંદર કોઈની સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે. 



આ વાઈરલ વીડિયોમાં દિશા અને તલવિંદર બંને હાથમાં હાથ પરોવી મૌની રોયના પતિ સૂરજ નાંબિયાર સાથે વાત કરતા નજર આવી રહ્યા છે. ત્યારબાદ બંને ઉદયપુર એરપોર્ટ પર પણ એક સાથે સ્પોટ થયા હતા, જ્યારે તેઓ મુંબઈ જઈ રહ્યા હતા. તલવિંદર જે પબ્લિકમાં ક્યારેય પોતાનો ચહેરો નથી બતાવતો, તેણે ફેસ માસ્ક પહેર્યું હતું. 

મિસ્ટ્રી બોય સાથે નજર આવી હતી

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા દિશા પટની ગોવામાં અરશદ વારસી સાથે સ્પોટ થઈ હતી. તે કારમાં પાછળ મિસ્ટ્રી મેન સાથે બેઠેલો નજર આવ્યો હતો. તે વ્યક્તિનો ચહેરો નહોતો દેખાયો અને તેણે દિશાને ખભા પર હાથ રાખી પકડી રાખી હતી. હવે દિશા અને તલવિંદરનો વીડિયો સામે આવ્યા બાદ ચાહકોને લાગી રહ્યું છે કે, તે મિસ્ટ્રી મેન કોઈ બીજું નથી પરંતુ તલવિંદર હતો. જોકે, હજુ સુધી બંને માંથી કોઈએ પણ પોતાનું રિલેશનશિપ ઓફિશિયલ નથી કર્યું. હવે નુપુરના લગ્નમાંથી આ વીડિયો વાઈરલ થયા બાદ ચાહકો અંદાજો લગાવી રહ્યા છે કે, બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. 

દિશા પટની અને ટાઈગર શ્રોફ એકબીજાને ડેટ કરી ચૂક્યા છે. ચાહકો તેમના વિશે ઘણી વાતો કરતા હતા. દિશા અને ટાઈગરે ક્યારેય રિલેશનશિપ પબ્લિકલી ઓફિશિયલ નહોતું કર્યું અને બીજી તરફ બ્રેકઅપ વિશે પણ ક્યારેય વાત નહોતી કરી. રિપોર્ટ પ્રમાણે આ કપલ 2022માં અલગ થઈ ગયું હતું.