Get The App

દીપિકા પદુકોણ પ્રભાસ સાથેની ફિલ્મ માટે રૂપિયા 20 કરોડ ફી લે તેવી ચર્ચા

- આ ચર્ચાથી મનોરંજન ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News
દીપિકા પદુકોણ પ્રભાસ સાથેની ફિલ્મ માટે રૂપિયા 20 કરોડ ફી લે તેવી ચર્ચા 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.23 જુલાઈ 2020, ગુરુવાર

દીપિકા પદુકોણ હિંદી સિનેમાની નંબર વન અભિનેત્રી ગણાય છે. તે પોતાના દરેક પ્રોજેક્ટ સાથે પોતાના મહેનતાણામાં વધારો કરતી જોવા મળી છે. હવે તેણે પ્રભાસ સાથેની ફિલ્મમાં ૨૦ કરોડ રૂપિયા મહેનતાણું લેવાની છે તેવી વાત છે. 

દીપિકા અને પ્રભાસ સાથે કામ કરવાના છે તેવી ઘોષણા નિર્માતાએ હજી થોડા દિવસ પહેલાજ કરી છે. હવે આમાં ચોંકાવનારી વાત એ છે કે દીપિકાએ આ ફિલ્મ માટે નિર્માતાઓ પાસેથી તગડી ફી વસૂલી છે  વસૂલી છે.આટલી ફીમાં તો જુનિયર ચાર-પાંચ અભિનેતાના મહેનતાણા ચુકવાઇ જાય.કહેવાય છે કે આ ફિલ્મ  માટે દીપિકાને રૂપિયા ૨૦ કરોડ આપવામાં આવશે. 

છેલ્લા પાંચ વરસમાં દિપાકાએ પીકુ, તમાશા,બાજીરાવ મસ્તાની, ટ્રિપલ એક્સ-ઝેન્ડર કેસ, પદમાવત અને છપાક જેવી ફિલ્મો કરીને બોલીવૂડમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. 

એક વાત એવી પણ છે કે, પ્રભાસ આ ફિલ્મ માટે રૂપિયા ૫૦ કરોડ લેવાનો છે તેથી જ દીપિકાએ પોતાનું મહેનતાણું વધારી દીધું છે. 

દીપિકાની પીઆર ટીમ એવું કહેવાના પ્રયાસ કરી રહી છે કે અભિનેત્રીને શરૂઆતમાં આ ફિલ્મમાં કામ કરવું જ નહોતું. તેને પોતાનું પાત્ર જરા વામણું લાગતું હતું. પરંતુ નિર્માતાને પટકથા અનુસાર દીપિકા જ યોગ્ય લાગતી હોવાથી તે તેને જ લેવા માંહતો હતો. પરિણામે દીપિકાએ મનમાંગી ફી માંગતા નિર્માતાચુકવવા રાજી થઇ ગયો છે. હવે દીપિકાએ ફી વધારી હોવાથી ફિલ્મની પટકથામાં વધુ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન અશ્વિની નાગ કરવાના છે.

Tags :