47 વર્ષીય પ્રભુદેવાએ બીજા લગ્ન કરી લીધા હોવાની ચર્ચા
- અભિનેતાએ મુંબઇની ફિઝિયોથેરપીસ્ટ સાથે લગ્ન કર્યા હોવાની વાત
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.21 નવેમ્બર 2020, શનિવાર
ડાન્સર, કોરિયોગ્રાફર, એકટર અને ડાયરેકટર પ્રભુદેવાએ બીજા લગ્ન કરી લીધા હોવાની ચર્ચા થઇ રહી છે. તેણે મુંબઇ બેસ્ડ એક ફિઝિયોથેરપિસ્ટને પોતાની જીવન સંગિની બનાવી લીધી હોવાની વાત છે. જોકે થોડા દિવસ પહેલા મીડિયામાં ચર્ચા હતી કે પ્રભુદેવા પોતાની ભાણેજ શોભા સાથે રિલેશનશિપમાં છે અને લગ્ન કરવાનો છે. જોકે હવે આ દાવો ખોટો પડી રહ્યો છે.
પ્રભુદેવાના નજીકના સૂત્રોના હવાલા દ્વારા એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું છે કે, પ્રભુદેવા પોતાની ભાણેજ સાથે લગ્ન કરવાનો છે તે વાત પાયાવિહોણી હતી. તેણેહવે બીજા લગ્ન કરી લીધા છે અને પત્ની એક ફિઝિયોથેરપીસ્ટ છે. જે હાલ ચેન્નાઇમાં છે. કહેવાય છે કે, પ્રભુદેવા પોતાના પીઠના દુખાવાના ઇલાજ માટે એક ફિઝિયોથેરપીસ્ટને મળ્યો હતો. આ દરમિયાન બન્ને એકબીજાને દિલ દઇ ેબેઠા હતા અને સપ્ટેમ્બરમાં પ્રભુદેવાએ લગ્ન કરી લીધા છે.
ઉલ્લેખનીય છે કે, પ્રભુદેવાએ ૧૯૯૫માં રામલતા સાથે લગ્ન કર્યા હતા. મુસલમાનમાંથી હિંદુ બનેલી રામલતા ક્લાસિકલ ડાન્સર હતી. લગ્ન પછી પ્રભુદેવાનું નામ સાઉથ ઇન્ડિય અભિનેત્રી નયનતારા સાથે જોડાયું હતું. પ્રભુદેવાની પત્નીને તેમના સંબંધની જાણ થઇ ગઇ હતી પરિણામે તેમના ૧૬ વરસના લગ્ન જીવનનો છૂટાછેડામાં અંત આવ્યો હતો.