કાજોલની ફિલ્મ 'માં'માં સ્ત્રી ટૂની નકલ ઉતારાયાની ચર્ચા
- કાજોલે પણ હોરર જોનરમાં ઝંપલાવ્યું
- માંના પોસ્ટરમાં દર્શકોને વિલન સ્ત્રી ટુના વિલન સરકટા જેવો લાગ્યો
કાજોલે પણ આ ફિલ્મ દ્વારા હોરર જોનરમાં ઝંપલાવ્યું છે. કાજોલે ઇન્સ્ટા પર રજૂ કરેલાં આ પોસ્ટરમાં તે વિકરાળ પોઝમાં જોવા મળી રહી છે. પોસ્ટરમાં દર્શાવ્યા અનુસાર મા તરીકે કાજોલ રોષભરી મુદ્રામાં દેખાઇ રહી છે. જેનો અર્થ એ થાય છે કે તે ક માતા તરીકે અસુરી તાકાતો સામે લડવાની છે. આ પોસ્ટર પર રિએકશન આપતાં ઘણાં લોકોએ કાજોલની સામે ડોળાં ઘુરકાવતો વિલનને 'સ્ત્રી ટૂ'ફિલ્મના સરકટા સાથે સરખાવ્યો છે. કાજોલે જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસોમાં આ ફિલ્મનું ટ્રેલર પણ રજૂ કરી દેવામાં આવશે. આ હોરર ફિલ્મનું દિગ્દર્શન વિશાલ ફૂરિયાએ કર્યું છે.
ફિલ્મનું નિર્માણ ખુદ અજય દેવગણે કર્યું છે. ૨૦૨૪માં આ જ નિર્માતાઓએ હીટ હોરર ફિલ્મ 'શૈતાન' આપી હતી. જે ગુજરાતી ફિલ્મ 'વશ'ની રીમેક હતી.
કાજોલને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી 'માં 'ફિલ્મ ૨૭ જુને થિયેટર્સમાં રજૂ થશે.