'પ્રિયંકા સાથે અફેરની અટકળોના કારણે ટ્વિંકલે અક્ષય કુમારે આપી હતી ધમકી..', જાણીતા ડાયરેક્ટરનો ખુલાસો
![]() |
Priyanka Chopra and Akshay Kumar affair: બોલિવૂડમાં એક સમય એવો હતો જ્યારે અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અભિનેતા અક્ષય કુમારના લવ અફેરની ચર્ચા થતી હતી. શરૂઆતમાં બંને ઘણી ફિલ્મોમાં એકસાથે દેખાયા. પરંતુ એક સમય બાદ તેમના રસ્તા જુદા થઈ ગયા. 'અંદાજ' ફિલ્મ બાદ ફિલ્મમેકર સુનીલ દર્શને બંને એક સાથે લાવવા પ્રયાસ કર્યો હતો પણ તે ફેલ ગયો, જેનું તેમને દુ:ખ છે. અચાનક તેમને તેમની એક ફિલ્મની કાસ્ટિંગ માં ફેરફાર કરવો પડ્યો હતો.
ફિલ્મમેકર સુનીલ દર્શને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે અક્ષયે તેમની ફિલ્મ 'બરસાત' અધવચ્ચેથી છોડી દીધી હતી. કારણ કે પ્રિયંકા સાથે અફેરની અસર તેના પર્સનલ લાઈફને ખૂબ જ ખરાબ નાંખી હતી.
સુનીલ દર્શને જણાવ્યું કે, ‘અંદાજ ફિલ્મ હિટ થયા પછી અમે બરસાત ફિલ્મ પર જલદી કામ કરવાનું શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં પણ એક ટ્રાય એંગલ હોત. તેની કહાની અલગ હોત. અમે મેન લીડ તરીકે અક્ષય ને કાસ્ટ કર્યો હતો. પણ ડેટ્સની સમસ્યાઓને કારણે તેની શૂટિંગને કેટલાક સમય માટે પોસ્ટપોન રાખવામાં આવી. આ જ ફિલ્મમાં મે મે પ્રિયંકાને કાસ્ટ કરી પણ તેને પણ તેના એક આંતરરાષ્ટ્રીય શો માટે બહાર જવું હતું, જેના કારણે મેં શૂટિંગ ત્રણ મહિના માટે સ્થગિત કરી હતી.’
સુનીલ દર્શનનું કહેવું છે કે ‘અક્ષય અને પ્રિયંકાએ ફિલ્મનું એક રોમેન્ટિક ગીત શૂટ કર્યું હતું. પણ ત્યારે અભિનેતાની પર્સનલ લાઈફમાં કંઈક મુશ્કેલી આવી. અક્ષયે મને ફિલ્મના સેટ પર બોલાવ્યો અને કહ્યું કે કેટલીક સમસ્યાઓ ઉભી થઈ ગઈ છે. જેનાથી તેની પર્સનલ લાઈફ પર ખૂબ અસર પડી રહી છે.'
આ વિશે વધુ વાત કરતા સુનીલ દર્શને જણાવ્યું કે ‘અક્ષયે મને પ્રિયંકા સાથે કામ નહીં કરી શકાય તેવી વાત કરી. કારણ કે, તેમના અફેરની જાણકારી અક્ષયની પત્ની એટલે કે ટ્વિનકલ ખન્ના થઈ ગઈ હતી.’
જો કે અક્ષયના એ નિર્ણય પછી પણ સુનીલ અને અક્ષયના સંબંધ ક્યારેય બગડ્યા નથી. તે બંનેએ અત્યાર સુધી 7 ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જે બૉક્સ ઑફિસ પર સફળ રહી છે.