યશ ચોપરાની પત્ની પામેલા ચોપરાનું 74 વર્ષની વયે નિધન
નવી દિલ્હી,તા. 20 એપ્રિલ 2023, ગુરુવાર
યશ ચોપરાની પત્ની અને આદિત્ય ચોપરાની માતા પામેલા ચોપરાનું 74 વર્ષની વયે નિધન થયું છે. મળતી માહિતી મુજબ, તેમનું ગુરુવારે સવારે મુંબઈમાં નિધન થયું હતું. યશ રાજ પ્રોડક્શન હાઉસે પામેલા ચોપરાના નિધનની માહિતી આપી છે.
પામેલા તેમના પતિ યશ ચોપરાના પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સમાં હંમેશા ખૂબ સક્રિય રહતા હતા અને તેમની ઘણી ફિલ્મોમાં લેખક અને ડિઝાઇન તરીકે પણ શ્રેય આપવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરતા યશ રાજ ફિલ્મ્સે લખ્યું કે, 'ભારે હૃદય સાથે ચોપરા પરિવાર એ જણાવવા ઈચ્છે છે કે, 74 વર્ષીય પામેલા ચોપરાનું આજે સવારે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં સવારે 11 વાગ્યે થયા હતા. અમે તમારી પ્રાર્થનાઓ માટે આભારી છીએ.