દિગ્દર્શક પ્રિયદર્શનની ઓફર આયુષમાન ખુરાના અને કાર્તિક આર્યને ઠુકરાવી
- આ અભિનેતાઓ મને આઉટ ઓફ ડેટ દિગ્દર્શક માને છે તેવી નારાજગી બતાવી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 1 મે 2020, શુક્રવાર
નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક પ્રિયદર્શનની ગણનાએક સફળડાયરેકટર તરીકે થાય છે. સાઉથની ફિલ્મોની સાથેસાથે બોલીવૂડમાં પણ તેમની ફિલ્મોએ પણ લોકપ્રિયતા મેળવી છે. તેમની વિરાસત જેવી ગંભીર ડ્રામા ફિલ્મોથી લઇ હેરાફેરી, હલચલ, હંગામા, ચુપચુ કે, ગરમ મસાલા, ભૂલ ભૂલયા જેવી બહેતરીન કોમેડી ફિલ્મો આપી છે. હાલ તે ૨૦૦૩ની પોતાની સફળ ફિલ્મ હંગામાની સિકવલ બનાવામાં વ્યસ્ત છે. જોકે હાલ લોકડાઉનના કારણે ્કામ થંભી ગયું છે. આ ફિલ્મને ૨૦ ઓગસ્ટના રિલીઝ કરવાની યોજના છે.
હંગામા ટુ માટે પ્રિયદર્શને પહેલા આયુષમાન ખુરાના અને કાર્તિક આર્યનનો સંપર્ક કર્યો હતો. પરંતુ આ અભિનેતાઓએ આ ફિલ્મ માટે રસ દાખવ્યો નહીં. આ પછી પ્રિયદર્સને મીજાન જાફરીને કાસ્ટ કર્યો. પ્રિયદર્શનનું કહેવું છે કે, લાગે છે કે આજકાલના એકટર્સોને હું આઉટ ઓફ ડેટ લાગી રહ્યો છું.
મીડિયા સાથેની એકવાતચીતમાં પ્રિયદર્શને જણાવ્યું હતું કે, આયુષમાન અને કાર્તિક સાથે મારી મુલાકાત થઇ નહોતી પરંતુ મારી ફિલ્મનો કોન્સેપેટ આયુષમાન, કાર્તિક અને સિદ્ધાર્થને સંભળાવામાં આવ્યો હતો. આ ત્રણેયે ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો. એ લોકોને હું જૂની પેઢીનો દિગ્દર્શક લાગતો હોઇશ તેથી મારી સાથે કામ કરવામાં ્ આ અભિનેતાઓએ રૂચિ દાખવી નહીં હોય એમ મને લાગી રહ્યું છે. એક બીજા વાત ે પમ છે કે હું છેલ્લા પાંચ વરસથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર થઇ ગયો છું.
આયુષમાન અને કાર્તિક પર નારાજગી વ્યક્ત કરતાં પ્રિયદર્શને કહ્યું હતું કે, એવું લાગે છે કે તેમની કોઇ દિલચસ્પી નહોતી. મને એકટર્સો પાસે ભીખ માંગવી પંસદ નથી, અને હું એવા જ કલાકારો સાથે કામ કરવા માંગુ છું જેમને મારા પર વિશ્વાસ છે. ઘણી વખત કોઇ એકટરને ફિલ્મમાં કામ કરવાની વિનંતી કરો ત્યારે તે તમારી સાથે સમ્માનથી વાતચીત કરશે, તમને કોફી પણ ઓફર કરશે અને ફિલ્મની વાત નીકળતા જ ટાળી દેશે. એનો મતલબ એ થાય છે કે એ લોકોને સામેની વ્યક્તિમાં વિશ્વાસ નથી.
ઉલ્લેખનીય છે કે, પ્રિયદર્શનની ૩૦ વરસની કારકિર્દીમાં હિંદી ઉપરાંત તમિલ, મલાયલમ. તેલુગુમાં ૯૫ થી પણ વધુ ફિલ્મો બનાવી છે. જેમાં મોટા ભાગની ફિલ્મો બોકક્સ ઓફિસ પર હિટ ગઇ છે.
હંગામા ટુમાં મીજાન ઝાફરી ઉપરાંત પરેસ રાવલ, શિલ્પા શેટ્ટી અને સાઉથની અભિનેત્રી પરિણિતા સુભાષ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. આ ફિલ્મનું શુટીંગ લગભગ પુરુ થઇ ગયુ છે અને લોકડાઉન ખૂલતાં જ બાકી રહેલું શૂટિંગ પુરુ કરવામાં આવશે.