Get The App

શાહિદ માટે અર્જુન રેડ્ડીનું શિડયુલ ફેરવાયું

-શાહિદની પત્ની પ્રેગનન્ટ છે

-તેલુગુ હિટની હિન્દી રિમેક શાહિદ કરી રહ્યો છે

Updated: Jul 6th, 2018

GS TEAM

Google News
Google News
શાહિદ માટે અર્જુન રેડ્ડીનું શિડયુલ ફેરવાયું 1 - image

મુંબઇ તા.૬

 ટોચના અભિનેતા શાહિદ કપૂરની સગવડ માટે એની અર્જુન રેડ્ડી ફિલ્મના ડાયરેક્ટર સંદીપ વાંગાએ પોતાની આગામી ફિલ્મ અર્જુન રેડ્ડીના શૂટિંગ શિડયુલમાં ફેરફાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

અર્જુન રેડ્ડી તેલુગુ હિટ ફિલ્મ છે જેના હિન્દી રૃપાંતરનું ડાયરેક્શન પણ તેલુગુ ફિલ્મના ડાયરેક્ટર સંદીપ વાંગા કરી રહ્યા છે. હાલ શાહિદની પત્ની મીરાં બીજીવાર પ્રેગનન્ટ થઇ છે. યોગાનુુયોગે ડૉક્ટરે એને બાળજન્મ માટે જે તારીખ આપી હતી તે દિવસે અર્જુન રેડ્ડીનંુ શૂટિંગ થવાનું હતું. પરંતુ ડાયરેક્ટરે શાહિદની મૂંઝવણનો માર્ગ કાઢ્યો હતો અને હાલ ચાલી રહેલા ફિલ્મના મુંબઇ શિડયુલમાં ફેરફાર કર્યો હતો જેથી મીરાંની ડિલિવરીના દિવસે શાહિદ પત્ની પાસે રહી શકે.

આ ફિલ્મ માટે પહેલાં અર્જુન કપૂરને સાઇન કરવામાં આવ્યો હતો પરંતુ એણે એવો આગ્રહ સેવ્યો હતો કે તેલુગુ ડાયરેક્ટર નહીં ચાલે. હિન્દી ફિલ્મ માટે હિન્દી ડાયરેક્ટર જોઇએ. પરિણામે અર્જુન કપૂરને પડતો મૂકવામાં આવ્યો હતો અને એના સ્થાને શાહિદ કપૂર આવ્યો હતો.

હવે અર્જુન રેડ્ડીનું પહેલું શિડયુલ ઑગષ્ટમાં મુંબઇમાં શરૃ થશે. આ શિડયુલ ૪૦ દિવસનું રહેશે.

Tags :