દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી બીજા લગ્ન કરવાની પૈરવીમાં
મુંબઇ,તા.૧૪
દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીએ તાજેતરમાં બીજા લગ્ન કરવાની ઇચ્છા દર્શાવી હતી. તેણે ૨૦૧૨માં પત્ની પ્રિતી સાથે છૂટાછેડા લીધા હતા અને હવે વધુ વખત સિંગલ રહેવું નથી એમ પોતાના દિલની વાત કરી હતી. જોકે દિગ્દર્શકે હજી સુધી લગ્ન માટે કોઇ યુવતી મળી ન હોવાની વાત કરી છે '' મારા જીવનસાથી તરીકેની યુવતી માટે કોઇ ્ટ્રેન કે ફ્લાઇટની ટીકિટ બુક કરાવી નથી.
હું ઘણા વરસોથી સિંગલ છું, પરંતુ મને હવે એવું લાગે છે કે જલદી જ હું જીવનસાથી શોધી લઉં. હવે મને ફ્લાઇટ પકડીને મારા લાઇફ પાર્ટનરની શોધ માટે વડોદરા કે અન્ય શહેરોમાં દોડી જવાનું મન થાય છે, તેમ દિગ્દર્શકે એક ઇન્ટરવ્યુમાં પત્રકારના લગ્ન વિશેના પ્રશ્રનો ઉત્તર આપતાં કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઇમ્તિયાઝે ૨૦૧૨માં પ્રિતી સાથે છૂટાછેડા લીધા બાદ સિંગલ જ રહ્યો છે. તે હવે ફરી બીજી વાર લગ્ન કરવાનો વિચાર કરી રહ્યો છે. ઇમ્તિયાઝના વ્યવસાયિક જીવનની વાત કરીએ તો હાલ તે બે પ્રોજેકટ્ પર કામ કરી રહ્યો છે. એ પોતાના આ નવા પ્રોજેક્ટને અલગ જ કહી રહ્યો છે તેણે કહ્યું ંહતું કે અત્યાર સુધી તેણે આવા પ્રોજેક્ટ પર કામ કર્યું નથી.