દિગ્દર્શક અનિલ સૂરીનું 77 વરસની વયે કોરોનાથી નિધન
- કોરોના વાયરસનો કાળ બોલીવૂડના માંધાતાઓને ભરખી રહ્યો છે
- આ ઉપરાંત રાજકપૂરની ફિલ્મ બૂટપોલિશના કેમેરામેનનું કોલકાતામાં વૃદ્ધાવસ્થાને કારણે અવસાન
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 6 જૂન 2020, શનિવાર
કોરોના વાયરસનો કાળ બોલીવૂડના માંધાતાઓને ભરખી રહ્યો છે. છેલ્લા ૩૫-૪૦ દિવસમાં ૧૪-૧૫ જણાને મોત ભરખી ગયું છે.
હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા અનિલ સૂરીનું કોરોના વાયરસના કારણે ૭૭ વરસની વયે નિધન થયું છે. તેણે રાજ કુમાર અને રેખા અભિનિત ફિલ્મ કર્મયોગી અને રાજતિલક જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. અનિલના પરિવારમાં પત્ની અને બે બાળકો છે.
અનિલનો ભાઇ રાજીવ સૂરી પણ નિર્માતા છે અન ેતેણે અનિલના નિધનના સમાચાર આપ્યા હતા. તેણે જણાવ્યું હતુ ંકે, અનિલને ૨જી જૂનથી તાવ આવવાનું શરૂ થયું હતું. બીજ ે જ દિવસે તેની તબિયત વધુ બગડી ગઇ હતી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. અનિલને અમે બે મોટી અન ેજાણીતી હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ આ બન્ને હોસ્પિટલોએ તેમને દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી અમે તેને રાતના એડવાન્સ મલ્ટીસ્પેશિયાલિટિ હોસ્પિટલમાં લઇ ગયા. અનિલ કોવિડ ૧૯થી પીડાઇ રહ્યો હતો અને તેને ગુરુવારે સાંજના ્વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો અને સાંજના જ સાત વાગ્યાની આસપાસ તેનું નિધન થઇ ગયું હતુ.ં અનિલના અંતિમ સંસ્કાર શુક્રવારે ઓશિવારા સ્મશાનમાં કરવામાં આવ્યા હતા જેમાં ફક્ત ચાર જણાજ સામેલ થયા હતા તેમજ દરેકે પીપીઇ કિટ પહેરી હતી.
આ ઉપરાંત ૯૬ વર્ષીય કેમેરામેન વૈધનાથ બસાકનું કોલકાતામાં નિધન થયું છે. તેમણે રાજ કપૂરની ફિલ્મ બૂટ પોલિશમાં સહાયક કેમેરામમને અને હરિયાલી ૌર રાસ્તા, કિતને દૂર કિતને પાસ જેવી ફિલ્મો માટે પણ કામ કર્યું હતું.પછી મુંબઇમાં કામના અભાવે તેઓ કોલકાતા જતા રહ્યા હતા અને બંગાળી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી કરી હતી અને સફળ થયા હતા.
તેઓ આર્થિક તંગીમાં જીવતા હતા અને પુત્ર તથા પૌત્ર સાથે કોલકાતામાં એક ભાડાના ઘરમાં રહેતા હતા.લાંબા સમયથી તેઓ બીમાર હતા અને બપોરના ત્રણ વાગ્યે ઊંઘમાં જ તેમનું મોત થયું હતું તેમ તેમના પૌત્રે જણાવ્યું હતું. તેમને ત્રણ દિવસ પહેલા જ લકવાનો હળવો હુમલો આવ્યો હતો જેમાં તેમના એક હાથ અને પગનું હલનચલન બંધ થઇ ગયું હતું.