Entertainment

દિલજીતની નવી ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ

By GS Team
23 Jun 20252 mins read
This article was originally published on 23 Jun 2025
TukuTouch Logo
દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી 3 નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે.આ જોયા પછી નેટીઝન્સ હવે દિલજીત દોસાંઝને ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાની કલાકારોને ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની સ્ટાર્સના ઈન્સ્ટા એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો સરદાર જી 3નું ટ્રેલર હાનિયા આમિરને જોઈને ભડક્યા છે. આ ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલજીતની નવી ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ

Sardaar Ji 3 Trailer : દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી 3 નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે.આ જોયા પછી નેટીઝન્સ હવે દિલજીત દોસાંઝને ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં પહલગામ આતંકી હુમલા પછી પાકિસ્તાની કલાકારોને ભારત આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાની સ્ટાર્સના ઈન્સ્ટા એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો સરદાર જી 3નું ટ્રેલર હાનિયા આમિરને જોઈને ભડક્યા છે. આ ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ભણસાળી જેવા ડિરેક્ટરો પણ વીમા માટે સેટ પર આગ લગાવે છે, FWICEના અધ્યક્ષનો સનસનીખેજ દાવો

'સરદાર જી 3' ના ટ્રેલરમાં હાનિયા આમિર

ઉલ્લેખનીય છે કે, સ્ટૂડિયોના પોસ્ટર શેર કરતાં તેમાં લખ્યું, ' અમને એ જાહેર કરતાં બહુ આનંદ થઈ રહ્યો છે કે, સરદાર જી 3 27 જૂનના પોજ વિદેશોમાં રિલીઝ થશે. જોકે, ભારતમાં તેની રિલીઝને હાલમાં રોકી દેવામાં આવી છે. અમે તમારા પ્રેમ અને ધીરજની કદર કરીએ છીએ, અને ખૂબ જ જલ્દી ભારતમાં તેની રિલીઝ થવાની તારીખ શેર કરીશું. અપડેટ માટે જોડાયેલા રહેજો. તમને દરેકને મોટા પડદા પર ફિલ્મ બતાવવા માટે અમે રાહ જોઈ રહ્યા છીએ.


તો સોશિયલ મીડિયા પર ટ્રેલર શેર કરતાં દિલજીત દોસાંઝે પણ લખ્યું છે કે, આ માત્ર વિદેશોમાં રિલીઝ થઈ રહી છે. તેમણે લખ્યું કે, સરદાર જી 3 જૂનમાં માત્ર વિદેશોમાં રિલીઝ થઈ રહી છે.' 

આ પણ વાંચો: Video: જાણીતા ટીવી શૉ 'અનુપમા' ના સેટ પર ભીષણ આગ, શૂટિંગની તૈયારી વખતે બની ઘટના

'સરદાર જી 3' ના ટ્રેલર પછી લોકો ગુસ્સામાં 

વિદેશમાં રિલીઝ થયા હોવા છતાં, 'સરદાર જી 3' ના ટ્રેલરની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. એક ચાહકે લખ્યું, "દેશ પહેલા આવે છે - દિલજીતને  પાકિસ્તાની સહ-કલાકારો સાથે આટલો આરામદાયક જોઈને નિરાશા અનુભવી રહ્યો છું." બીજાએ લખ્યું, 'પહલગામ પછી દિલજીત પાસેથી આવી અપેક્ષા નહોતી - સીમા ક્યાં છે?' બીજાએ લખ્યું, 'સરદાર જી 3 ને બાયકોટ કરો.' જ્યારે બીજાએ લખ્યું, 'માફ કરશો પાજી, અમે આ ફિલ્મ જોવા નથી જવાના, અમે અમારા દેશની વિરુદ્ધ નહીં જઈ શકીએ.'