દિલજીત દોસાંઝને બોર્ડર ટુમાં કામ કરવાની મંજૂરી અપાઈ
- નિર્માતા ભૂષણ કુમારની વિનંતી એસોસિએશને સ્વીકારી
- જોકે, હજુ અન્ય પ્રોજેક્ટસ સ્વીકારી શકશે કે કેમ તે અંગે અવઢવ
મુંબઇ : દિલજીત દોસાંઝને 'બોર્ડર ટુ' ફિલ્મમાં કામ કરવા દેવાની મંજૂરી આપવામાં આવી હોવાનો દાવો ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈઝ દ્વારા કરાયો છે. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે કરેલી વિનંતીને પગલે આ મંજૂરી અપાઈ હોવાનું તેમણે જણાવ્યું છે.
જોકે, ફેડરેશને જણાવ્યું છે કે તેમણે દિલજીતને આ એક જ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી છે. અન્ય નિર્માતાઓ દિલજીતને સાઈન કરશે તો તેમણે જોખમ માટે તૈયાર રહેવું પડશે.
ઉલ્લેખનીય છે કે પહલગામ એટેક પછી પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવા માટે પ્રતિબંધ હોવા છતાં પણ દિલજીત દ્વારા 'સરદાર ટૂ ' ફિલ્મમાં પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર સાથે સ્ક્રીન શેર કરાતાં વિવાદ સર્જાયો છે. તેના કારણે દિલજીતે કેટલાક પ્રોજેક્ટસ તથા કોન્સર્ટસ ગુમાવવા પડે તેમ છે.