નો એન્ટ્રી ટૂમાંથી દિલજીત દોસાંજેની એક્ઝિટ થઈ ગઈ
- દિલજીતને સ્ક્રિપ્ટ બાબતે વાંધો પડયો
- દિલજીતને શરુઆતમાં બતાવાયેલી સ્ક્રિપ્ટમાં અનેક ફેરફારો થઈ જતાં નિર્ણય
મુંબઇ : દિલજીત દોંસાજેએ 'નો એન્ટ્રી' ફિલ્મ છોડી દીધી છે. હવે વરુણ ધવન અને અર્જૂન કપૂર સાથે ત્રીજા હિરોના રોલ માટે નવા કલાકારની શોધ થઈ રહી છે.
દિલજીતે સ્ક્રિપ્ટ મુદ્દે મતભેદોના કારણે ફિલ્મ છોડી દીધી હોવાનું કહેવાય છે. તેને શરુઆતમાં બતાવાયેલી સ્ક્રિપ્ટમાં હવે અનેક ફેરફારો થઈ ગયા છે. ફાઈનલ સ્ક્રિપ્ટ જોયા બાદ તેણે આ ફિલ્મમાં કામ કરવોનો ઇન્કાર કરી દીધો હતો. હવે બોની કપૂર દિલજીતની જગ્યાએ નવો હિરો શોધી રહ્યો છે. વરુણ ધવન અને અર્જુન કપૂર આ બંનેની સરખામણીએ દિલજીત વધારે લોકપ્રિય કલાકાર છે. આથી તેની જગ્યાએ બોનીએ કોઈ લોકપ્રિય કલાકાર જ શોધવો પડશે. વરુણ ધવન અને અર્જુન કપૂરની એક્ટિંગમાં કોઈ ભલીવાર હોતો નથી અને બોક્સ ઓફિસ પર પણ તેઓ બંને ફલોપ કલાકારો ગણાય છે.