શું આલિયા ભટ્ટ લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ હતી?
- ખૂબસુરત યુગલના ઘરે લગ્નના સાત મહિનામાં જ પારણું બંધાવાનો ગણગણાટ
મુંબઇ : આલિયા ભટ્ટે આ વર્ષના એપ્રિલ મહિનાની ૧૪મી તારીખે પોતાના કરતાં ૧૧ વર્ષ મોટા રણબીર કપૂર સાથે પ્રભુતામાં પગલાં પાંડયા હતાં. વિવાહના માત્ર બે મહિનામાં જ પોતે સગર્ભા હોવાની જાહેરાત કરનાર આલિયા પર કેટલાંક નેટિઝનોએ વધામણાંનો વરસાદ વરસાવ્યો હતો, તો કેટલાંકે લાગલું જ પૂછી લીધું હતું કે શું તે લગ્નથી પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ ગઇ હતી?અને હવે આ વાત સાચી પડતી જણાઇ રહી છે.
જોકે જાણીતા કલાકારો માટે લોકો જાતજાતની અફવાઓ ફેલાવતાં હોય છે. પરંતુ આલિયાની પ્રસૂતિ બાબતે જો સૂત્રોની વાત સાચી માનીએ તો અભિનેત્રીનવેમ્બર મહિનાની ૨૦થી ૩૦ તારીખ વચ્ચે શિશુને જન્મ આપી શકે.
આનો અર્થ એ થયો કે આલિયા-રણબીરના ઘરે લગ્નના માત્ર સાત મહિનામાં જ પારણું બંધાઇ જશે.તેના પરથી નેટિઝનોની એ વાતને પણ બળ મળે છે કે આ કારણે જ તેમણે ઝટપટ, સાદગીપૂર્વક લગ્ન કરી લીધાં હતાં.
કહેવાની જરૂર નથી કે આલિયાએ પોતાના લગ્નના બે મહિના પછી પોતે હોસ્પિટલના બિછાનામાંથી સામે મૂકેલા કમ્પ્યુટરના મોનિટર પરની હૃદયની ઇમોજી જોઇને સ્મિત વેરી રહી હોય એવો ફોટો સોશ્યલ મીડિયા પર શેર કર્યો હતો.અને તેની સાથે તેણે જાહેરાત કરી હતી કે તેમના ઘરે નવા મહેમાનનું આગમન થવાનું છે.