Dhurandhar Film Collection : બોલિવૂડની ફિલ્મ 'ધુરંધર'એ નવો ઈતિહાસ રચ્યો છે. રણવીર સિંહની ધુરંધર ફિલ્મે 800 કરોડથી વધુ કમાણી કરી છે, ત્યારે અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આમ ધુરંધર ફિલ્મ બોલિવૂડમાં રૂ.800 કરોડથી વધુની કમાણી કરનારી પહેલી ફિલ્મ બની છે.
'ધુરંધર' ફિલ્મે રચ્યો ઇતિહાસ
તમને જણાવી દઈએ કે, 5 ડિસેમ્બર, 2025ના રોજ રિલીઝ થયેલી ધુરંધર ફિલ્મે સતત 28 દિવસમાં ડબલ ડિજિટ કલેક્શન કર્યું છે. જેમાં પહેલા અઠવાડિયાથી ચોથા અઠવાડિયામાં ધુરંધર ફિલ્મ સતત રેકોર્ડ તોડતી રહી. 28 દિવસ પછી, 2026ના બીજા દિવસે ધુરંધર ફિલ્મે પહેલી વાર 10 કરોડ રૂપિયાથી ઓછું કલેક્શન કર્યું હતું. તે વર્ષ 2026નો પહેલો શુક્રવાર હતો. પરંતુ આ પછી શનિવાર સવારથી થિયેટરોમાં ધુરંધર ફિલ્મને જોવા માટે ભારે ભીડ જોવા મળી હતી.
આ પણ વાંચો: VIDEO: થલાપતિ વિજયની ફિલ્મ 'જન નાયકન'નું ટ્રેલર રિલીઝ, ખૂંખાર વિલન બન્યો બોબી દેઓલ
30 દિવસમાં રૂ.806 કરોડની કમાણી
મળતી માહિતી મુજબ, ગત શનિવારે ધુરંધરે 12-13 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. આમ 30માં દિવસમાં કોઈ હિન્દી ફિલ્મનો સૌથી વધુ કલેક્શનનો રેકોર્ડ છે. જ્યારે ધુરંધરે 30 દિવસમાં કુલ 806 કરોડથી વધુની કમાણી કરી છે.
ધુરંધર પહેલી એવી બોલિવૂડની ફિલ્મ બની છે, જેને બોક્સ ઓફિસ પર 800 કરોડ નેટ કલેક્શન કર્યુ હોય. હિન્દીમાં આ પહેલા પુષ્પા 2 ફિલ્મ 800 કરોડના શિખર સુધી પહોંચી હતી. પરંતુ ધુરંધર ફિલ્મની રફ્તાર આનાથી વધુ છે.


