Get The App

રૂ.450 કરોડ નેટવર્થ, 100 એકરના ફાર્મ હાઉસનો માલિક છે આ સુપરસ્ટાર, એક સમયે ખાવાના હતા ફાંફા

Updated: Nov 11th, 2024

GS TEAM


Google News
Google News
Dharmendra


Dharmendra: બોલિવૂડ સુપરસ્ટાર બનવા માટે સંઘર્ષ કરવો પડે છે. આ સંઘર્ષ ઘણા લોકો માટે પાઠ બની જાય છે. પોતાના જમાનાના સુપરસ્ટાર તરીકે જાણીતા ધર્મેન્દ્ર સાથે પણ આવું જ થયું. તેમને બોલિવૂડમાં પોતાના શરૂઆતના દિવસોમાં ઘણા ઓડિશન આપ્યા, મિત્રના ઘરે પોતાનું ગુજરાન પણ ચલાવ્યું. એ સમયે તેમના ખાવાના પણ ફાંફા હતા. પરંતુ આજે તે 450 કરોડથી વધુની સંપત્તિના માલિક છે. તેની પાસે કરોડોની કિંમતનું ફાર્મ હાઉસ અને લક્ઝરી કાર છે. 

સ્ટ્રગલના દિવસોમાં ખાવાના હતા ફાંફા 

ધર્મેન્દ્રએ તેમના સ્ટ્રગલના દિવસોમાં પોતાની ભૂખ સંતોષવા પોતાના મિત્રનું ઇસબગુલનું આખું પેકેટ પીધું હતું. જેના કારણે તેમની તબિયત બગડી અને પ્રતમાં દુખાવો થતા ડોક્ટર પાસે જવું પડ્યું હતું. આ માહિતી સાંભળીને ડોક્ટર હસી પડ્યા અને કહ્યું - તમારે દવા લેવાની નહીં પણ જમવાની જરૂર છે.

હાલ 450 કરોડ રૂપિયાથી વધુની છે સંપત્તિ 

તે પછીનો દિવસ છે અને આજનો દિવસ છે. સુપરસ્ટાર ધર્મેન્દ્રએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપીને 'મેન'નું હુલામણું નામ મેળવ્યું હતું. માત્ર લોકપ્રિયતા જ નહીં, આજે તે 450 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિના માલિક છે. તેમની પાસે 100 એકરનું ફાર્મ હાઉસ છે. આ સિવાય તેમની પાસે 12 એકરનો રિસોર્ટ અને ઘણી લક્ઝરી કાર છે.

આ પણ વાંચો: 'બોલ્ડ અભિનેત્રી' તરીકેનો ટેગ મળતાં અકળાઈ એક્ટ્રેસ, કહ્યું - લોકોનો દૃષ્ટિકોણ જ ખરાબ...

આવી રહી ધર્મેન્દ્રની પર્સનલ લાઈફ 

જો આપણે અંગત જીવન વિશે વાત કરીએ તો, ધર્મેન્દ્રએ નાની ઉંમરે તેમની પ્રથમ પત્ની પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તેમને ચાર બાળકો સની દેઓલ, બોબી દેઓલ, અજેતા દેઓલ અને વિજેતા દેઓલ છે. ફિલ્મોમાં આવ્યા પછી, તે હેમા માલિની સાથે પ્રેમમાં પડ્યા અને તેમની સાથે લગ્ન પણ કર્યા. તેમને બે દીકરીઓ ઈશા અને આહાના દેઓલ છે.

રૂ.450 કરોડ નેટવર્થ, 100 એકરના ફાર્મ હાઉસનો માલિક છે આ સુપરસ્ટાર, એક સમયે ખાવાના હતા ફાંફા 2 - image

Tags :