Get The App

VIDEO: છેલ્લી ફિલ્મના શૂટિંગમાં ધર્મેન્દ્રએ ભાવુક થઈ માંગી હતી માફી; ઈશા દેઓલે આપી માહિતી

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
Dharmendra Emotional Video


Dharmendra Emotional Video: આજે પણ કરોડો લોકોના પ્રિય એવા બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનો એક અત્યંત ભાવુક વીડિયો તેમની પુત્રી ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો તેમની ફિલ્મ 'ઈક્કીસ'ના શૂટિંગના અંતિમ દિવસનો છે, જેની ભાવનાત્મક ક્ષણો જોઈને ચાહકો પણ ગદગદિત થઈ ગયા છે.

જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો

વીડિયો ક્લિપમાં ધર્મેન્દ્ર ફિલ્મ 'ઈક્કીસ'ના સેટ પર હાજર તમામ ક્રૂ મેમ્બર્સ અને કલાકારો સાથે વાતચીત કરતા જોવા મળે છે. તેઓ અત્યંત શાંત અને ગંભીર અંદાજમાં કહે છે કે, 'આજે આ શૂટિંગનો છેલ્લો દિવસ છે અને આ પ્રસંગે હું ખુશ પણ છું અને દુઃખી પણ.'

ધર્મેન્દ્રએ સૌનો આભાર માનતા ભાવુક થઈને કહ્યું કે, 'જો મારાથી ક્યારેય કોઈને તકલીફ પહોંચી હોય અથવા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો મને માફ કરી દેજો.' તેમની આ નમ્રતા જોઈને સેટ પર હાજર દરેક વ્યક્તિ ભાવુક થઈ ગઈ હતી.

ચાહકો માટે ભેટ: 'ઈક્કીસ' ફિલ્મ ધર્મેન્દ્રની અંતિમ યાદગાર ફિલ્મ

ઈશા દેઓલે આ વીડિયો શેર કરતા લખ્યું કે, 'મારા પિતા હંમેશા આવા જ રહ્યા છે, તેઓ બેસ્ટ છે.' ઈશા પહેલા સની દેઓલે પણ આ વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, 'એક સ્મિત જેણે અંધકારને રોશન કરી દીધો. પપ્પાએ આપણને તેમની છેલ્લી ફિલ્મ 'ઈક્કીસ'ની ભેટ આપી છે. ચાલો આ નવા વર્ષે સિનેમાઘરોમાં તેમને યાદ કરીએ.'

આ પણ વાંચો: 'હું જીવિત છું...', અકસ્માત બાદ નોરા ફતેહીએ વર્ણવી આપવીતી, કહ્યું- નશામાં ધૂત વ્યક્તિએ ટક્કર મારી

ભારત-પાકિસ્તાન એકતાનો સંદેશ

ધર્મેન્દ્રએ વીડિયોમાં ફિલ્મ 'ઈક્કીસ'નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, 'આ ફિલ્મ ભારત અને પાકિસ્તાન બંને દેશોના લોકોએ જોવી જોઈએ. મારું માનવું છે કે આ ફિલ્મ બંને દેશો વચ્ચે પ્રેરણા અને એકતાનું પ્રતીક બનશે.'

આ ફિલ્મના મહત્ત્વના પાસાઓ પર નજર કરીએ તો, તેનું નિર્દેશન જાણીતા ડાયરેક્ટર શ્રીરામ રાઘવન દ્વારા કરવામાં આવ્યું છે. આ એક 'વોર-ડ્રામા' ફિલ્મ છે, જે પરમવીર ચક્ર વિજેતા શહીદ અરુણ ખેત્રપાલના શૌર્યગાથા અને જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેમાં તેઓ અરુણ ખેત્રપાલના પિતાના પાત્રમાં જોવા મળશે.

VIDEO: છેલ્લી ફિલ્મના શૂટિંગમાં ધર્મેન્દ્રએ ભાવુક થઈ માંગી હતી માફી; ઈશા દેઓલે આપી માહિતી 2 - image