Get The App

ધનુષના મેનેજર પર કાસ્ટિંગ કાઉચનો ટીવી એકટ્રેસ માન્યાનો આરોપ

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
ધનુષના મેનેજર પર કાસ્ટિંગ કાઉચનો ટીવી એકટ્રેસ માન્યાનો આરોપ 1 - image


- રોલ માટે એડજેસ્ટ થવાની વાત કરી

- જોકે, ધનુષના મેનેજરે અગાઉ  પોતાના નામે ફ્રોડની ચેતવણી પણ આપી હતી

મુંબઈ : તમિલ ટીવી એકટ્રેસ માન્યા આનંદે ધનુષના મેનેજર શ્રેયસ પર કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો છે. તેના દાવા અનુસાર શ્રેયસે પોતાનો સંપર્ક કર્યો હતો અને રોલના બદલામાં અભદ્ર માગણી કરી હતી. 

તાન્યાના આક્ષેપ અનુસાર શ્રેયસે તેને કહ્યું હતું કે તેણે સારા રોલ માટે કેટલાંક સમાધાનો કરવાં જોઈએ. મેનેજરે કહ્યું હતું કે શું ધનુષની ફિલ્મ હશે તો પણ તે કોઈ કમીટમેન્ટ નહિ આપે ? 

થોડા દિવસો બાદ ધનુષની ટીમમાંથી હોવાનો દાવો કરતા અન્ય વ્યક્તિએ ફરી તેનો સંપર્ક કર્યો હતો. જોકે, તાન્યાએ સ્વીકાર્યું હતું કે એ વ્યક્તિ ખરેખર ધનુષની ટીમમાંથી જ હતી કે નહિ તેની પોતે ચકાસણી કરી નથી. 

દરમિયાન, કેટલાક નેટ યૂઝર્સએ ધ્યાન દોર્યું હતું કે તાન્યા કદાચ કોઈ કાસ્ટિંગ ફ્રોડ કરતી ગેંગના સંપર્કમાં આવી હોય તે શક્ય છે. ધનુષના મેનેજર શ્રેયસે ખુદ થોડા સમય પહેલાં એક જાહેર ચેતવણી પ્રગટ કરી હતી કે કેટલાક લોકો મારા નામે ફ્રોડ કરી રહ્યા છે. 

Tags :