ધનુષ અને મૃણાલ ઠાકુર ડેટિંગ કરી રહ્યાં હોવાની ચર્ચા
- મૃણાલની ફિલ્મોની ઈવેન્ટમાં ધનુષની હાજરી
- બંને જણાં હાથમાં હાથ પરોવી ચાલી રહ્યાં હોવાનો વિડીયો પણ વાયરલ થયો
મુંબઇ : ધનુષ અને મૃણાલ ઠાકુર હાલ રિલેશનશિપમાં હોવાની ચર્ચા શરુ થઈ છે. બંને હાથમાં હાથ પરોવી ચાલી રહ્યાં હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો મૃણાલની બર્થ ડે પાર્ટીનો હોવાનું મનાય છે.
છેલ્લા કેટલાક સમયથી ધનુષ અને મૃણાલ ઠાકુર એકમેકની ફિલ્મોને લગતી ઈવેન્ટસમાં એક કપલની જેમ હાજરી આપી રહ્યા છે. તાજેતરમાં મૃણાલ ઠાકુરની ફિલ્મ 'સન ઓફ સરદાર ટૂ'નું સ્ક્રિનિંગ યોજાયું હતું. તેમાં પણ ધનુષ મૃણાલ ઠાકુરના ગેસ્ટ તરીકે હાજર રહ્યો હતો. બીજી તરફ ધનુષની ફિલ્મ 'તેરે ઈશ્ક મેં'ની એક પાર્ટીમાં પણ મૃણાલ ઠાકુર હાજર રહી હતી. ધનુષનાં લગ્ન રજનીકાંતની દીકરી ઐશ્વર્યા સાથે થયાં હતાં.
જોકે, ૧૮ વર્ષના દામ્પત્ય બાદ બંનેએ ગયાં વર્ષે છૂટાછેડા લઈ લીધા હતા. મૃણાલ છેલ્લા કેટલાક સમયથી સાઉથની ફિલ્મોમાં કામ રહી છે અને તે દરમિયાન તેની અને ધનુષની મુલાકાત થઈ હોવાનું કહેવાય છે.