Get The App

રજનીકાંત-કમલ હાસનની ફિલ્મનું દિગ્દર્શન ધનુષ કરે તેવી શક્યતા

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
રજનીકાંત-કમલ હાસનની ફિલ્મનું દિગ્દર્શન ધનુષ કરે તેવી શક્યતા 1 - image

- સી સુંદરે ફિલ્મ છોડી દેતાં અટકળો

- રજનીકાંતની દીકરીને છૂટાછેડા બાદ પ્રોફેશનલ ટાઈઅપ પર નજર

મુંબઇ : રજનીકાંત અને કમલ હાસનની 'થલાઇવર ૧૭૩'ના દિગ્દર્શક સુંદર સીએ ફિલ્મ શરૂ થતાં પહેલાં જ છોડી દીધી હતી. અહવે ચર્ચા છે કે, ધનુષ આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. જોકે આ બાબતે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, ધનુષે રજનીકાન્તની પુત્રી સાથેછૂટાછેડા લીધા છે. હવે તે પોતાના ભૂતપૂર્વ સસરાને ફિલ્મમાં દિગ્દર્શન આપી પ્રોફેશનલી કોલબરેટ કરશે કે કેમ તે અંગે રાહ જોવાઈ રહી છે. 

જોકે, રજનીકાંત, કમલ હાસન તથા ધનુષ એ ત્રણેયના ચાહકોએ આ દરખાસ્તને વધાવી લીધી છે. તેઓ ઈચ્છે છે કે આ અટકળ ખરેખર વાસ્તવિકતામાં સાકાર થાય.