FOLLOW US

પોતાના આસિસ્ટન્ટના લગ્નમાં સાદા કપડામાં પહોંચ્યો સુપરસ્ટાર, સોશ્યલ મીડિયા પર લોકો થયા ફીદા

રવિવારના રોજ શર્ટ-જીંસ અને ટોપી પહેરી લગ્નમાં પહોચ્યા ધનુષ્, સાથે હતા કેન કારુનસ

15 ડિસેમ્બર 2023ના રિલીઝ થશે ધનુષની 'કેપ્ટન મિલર'

Updated: Sep 18th, 2023

Image Twitter 

તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર

તમિલ ફિલ્મોના સુપરસ્ટાર ધનુષ પોતાની સાદગીને લઈને સોશિયલ મીડિયા પર આજકાલ ચર્ચામાં છે. રવિવારના રોજ તેના આસિસ્ટેંટ આનંદના લગ્નમાં અચાનક પહોચી જતા હાજર મહેમાનોમાં આશ્ચર્ય ફેલાયુ હતું. જો કે તેમને લગ્નમાં આવવા માટે આમંત્રણ તો આપવામાં આવ્યું હતું. પરંતુ આનંદને સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો કે ધનુષ તેના લગ્નમાં આવશે.. નવાઈની વાત તો એ છે કે ધનુષ હાલમાં ખૂબ જ વ્યસ્ત હોવા છતા તે લગ્નમાં હાજરી આપવા માટે આવ્યો હતો. 

Image Twitter 

ધનુષના ચાહકો તેની સાદગી જોઈને ફીદા થઈ ગયા

લગ્નમાં આવેલા ધનુષના ફોટો અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ધનુષના ચાહકો તેની સાદગી જોઈને ફીદા થઈ ગયા હતા. મહત્વની વાત એ છે કે ધનુષ સામાન્ય માણસની જેમ શર્ટ- જીન્સ અને ટોપી પહેરીને લગ્ન મંડપમાં આવી પહોચ્યો હતો. 

ધનુષની આવનારી ફિલ્મ 'Captain Miller' માં દાઢી અને મુછોમાં જોવા મળશે

આ લગ્ન સમારોહમાં ધનુષની સાથે કેન કારુનસ પણ પહોચ્યાં હતાં. ધનુષ અને કેને અસુરન  ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. લગ્ન સમારોહમાં ધનુષનો લુક બિલકુલ સામાન્ય દેખાતો હતો. તેના ચહેરા પરની મુછોં પણ ચર્ચાનો વિષય બની હતી. તે પોતાની આવનારી ફિલ્મ 'Captain Miller' માં દાઢી અને મુછોમાં જોવા મળશે. 

ના કોઈ આડંબર, ના કોઈ ડિઝાઈનર ડ્રેસ, આને કહેવાય અસલી સાદગી

સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો પર રિએક્ટ કરતાં તેના એક ચાહકે લખ્યું હતું કે, વાહ, ધનુષનો અંદાજ કેટલો શાનદાર છે. મશહુર હસ્તિઓ આ રીતે સાદગી સાથે તેના મિત્રો અને તેના ચાહકો સાથે મળે છે ખરેખર અદ્દભુત છે. અન્ય એક ચાહકે લખ્યું છે કે, ના કોઈ આડંબર, ના કોઈ ડિઝાઈનર ડ્રેસ, આને કહેવાય અસલી સાદગી.... 

Gujarat
English
Magazines