ધનુષ અને ક્રિતી સેનનની તેરે ઈશ્ક મેંનું શૂટિંગ પૂર્ણ થયું
- હવે ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનમાં જશે
- આનંદ એલ રાયની આ ફિલ્મ આગામી નવેમ્બરમાં રીલિઝ થવાની છે
મુંબઇ : ધનુષ અને કૃતિ સેનનની ફિલ્મ 'તેરે ઈશ્ક મેં'નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ધનુષે સોશિયલ મીડિયા પર ફિલ્મનું શૂટિંગ આટોપી લેવાયું હોવાની જાહેરાત કરી હતી.
ફિલ્મ હવે પોસ્ટ પ્રોડક્શનમાં જશે. મૂળ પ્લાનિંગ મુજબ તે આગામી નવેમ્બરમાં રીલિઝ કરાશે.
આ ફિલ્મ આનંદ એલ રાયે બનાવી છે. તેમણે ધનુષ સાથે અગાઉ 'રાંઝણા' ફિલ્મ બનાવી હતી. લગભગ તેવી જ વાર્તા અને બેકગ્રાઉન્ડ 'તેરે ઈશ્ક મેં' માં પણ હોઈ શકે છે તેવી ચર્ચા હતી. જોકે, ફિલ્મમાંથી ધનુષનો એકવાર ટપોરી જેવો લૂક અને એકવાર એરફોર્સ ઓફિસર જેવો લૂક રીલિઝ થતાં વાર્તા અંગે કન્ફ્યૂઝન સર્જાયું હતું. ફિલ્મમાં ક્રિતી સેનન મુક્તિ અને ધનુષ શંકરના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં એ.આર. રહેમાને સંગીત આપ્યું છે. આ ફિલ્મ હિન્દી અને તમિળ ભાષામાં રિલીઝ થશે.