હવે હું લગ્ન નહીં કરું, એકલી જ ખુશ છું... ચહલ સાથે છૂટાછેડા બાદ ધનશ્રી ભાવુક

Dhanashree Verma Will Not Marry Second Time: ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની એક્સ વાઈફ અને એક્ટ્રેસ ધનશ્રી વર્મા હાલમાં 'રાઈઝ એન્ડ ફોલ' શૉમાં ચર્ચામાં છે. ચાહકોને શોમાં ધનશ્રીનો બેબાક અંદાજ જોવા મળી રહ્યો છે. ધનશ્રી ઘણીવાર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા પર પણ વાત કરતી જોવા મળે છે. ધનશ્રી તેના તૂટેલા લગ્નથી એટલી દુઃખી છે કે, હવે તે ફરીથી લગ્ન કરવા નથી માગતી. આ વાતનો ઉલ્લેખ તેણે પવન સિંહ સામે કર્યો. એક્ટ્રેસની વાત સાંભળીને ભોજપુરી સ્ટારે કેવી પ્રતિક્રિયા આપી તે જાણીએ.
ધનશ્રીને આવ્યું સપનું
15 સપ્ટેમ્બરના એપિસોડમાં ધનશ્રી વર્મા નયનદીપ રક્ષિત અને પવન સિંહ સાથે પોતાના સપના વિશે વાત કરતી દેખાય રહી છે. ધનશ્રી કહે છે કે મને ખૂબ જ સારું સપનું આવ્યું. મેં જોયું કે હું સરસવના ખેતરમાં ઉભી છું અને ખૂબ જ ખુશ છું. તે ખૂબ જ સુંદર દૃશ્ય હતું. આના પર નયનદીપ કહે છે કે શું તું એકલી હતી કે તારી સાથે કોઈ હતું. તો ધનશ્રીએ કહ્યું કે હું એકલી હતી. ત્યારે નયનદીપ કહે છે કે તો પછી શું ફાયદો.
હું એકલી જ ખુશ છું
ધનશ્રી આગળ કહે છે કે, 'હવે મને કોઈની જરૂર નથી. હું એકલી જ ખુશ છું. મેં રિલેશનશિપમાં ઘણું સહન કર્યું છે. મને લાગે છે કે હું ઈન્ડસ્ટ્રીની ફીમેલ સલમાન ખાન છું. હું બીજા લગ્ન નહીં કરું. હવે હું આખી જિંદગી સિંગલ જ રહીશ.' પવન સિંહે કહ્યું કે કહેવું ખૂબ જ સરળ છે, પરંતુ આવું નથી હોતું. જીવનમાં કોઈક તો જોઈએ જ.
ભાવુક થઈ ધનશ્રી
સોમવારે શૉમાં પેન્ટહાઉસના નવા રુલર માટે નોમિનેશન ટાસ્ક થયો હતો. આ ટાસ્કમાં નયનદીપે અર્જુન બિજલાનીને રુલર માટે દાવેદાર બનાવ્યો હતો. ધનશ્રીને આશા હતી કે તે તેને રુલર બનાવવા માટે નોમિનેટ કરશે. તેથી નયનદીપના આ એક્શનથી દુઃખી થઈ જાય છે. તે વોશરૂમમાં જાય છે અને રડવા લાગે છે. ધનશ્રીએ નયનદીપને કહ્યું કે, હું આ શોમાં માત્ર પવન સિંહ પર જ વિશ્વાસ કરું છું. જ્યારે નયનદીપે પોતાના કાઉન્ટરમાં કહ્યું કે હું શૉમાં જે પણ નિર્ણય લઉં છું, તેનાથી ધનશ્રીને સમસ્યા છે.
આ પણ વાંચો: 'નો હેન્ડશેક' વિવાદમાં પાકિસ્તાનની ફજેતી: ICCએ ફગાવી મેચ રેફરીને હટાવવાની માંગ
એક્ટ્રેસની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે 2020માં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંનેના 2025માં છૂટાછેડા થયા અને અલગ થઈ ગયા.

