FOLLOW US

પહેલી ફિલ્મની નિષ્ફળતા છતાં માનુષી છિલ્લરને મળી મોટા બજેટની ત્રીજી ફિલ્મ'

Updated: Jul 10th, 2022


- માનુષીની બીજી ફિલ્મ યશ રાજ પ્રોડયુસ કરશે, વિકી કૌશલ સહિત બે મોટા સ્ટાર લીડમાં

મુંબઈ : ભૂતપૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરની તાજેતરમાં અક્ષય કુમાર સાથેની સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ થિયેટરોમાં કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી. થિયેટરો ખાલી જઈ રહ્યા હતા જેના કારણે અનેક સ્થળે  તો શો પણ રદ કરવા પડયા હતા. જો કે ફિલ્મ નિષ્ફળ જવા છતાં માનુષીએ પોતાના કેરિયરની ત્રીજી ફિલ્મ પણ સાઈન કરી હોવાની ચર્ચા છે. માનુષીની ત્રીજી ફિલ્મ  એક એક્શન એન્ટરટેઈનર છે, જેનું શૂટિંગ યુરોપમાં થશે. 

આ ફિલ્મમાં તે નવા અવતારમાં જોવા મળશે. તેથી જ તેણે માનુષીને કાસ્ટ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે માનુષીએ વિકી કૌશલ સાથે બીજી ફિલ્મ સાઈન કરી છે. યશ રાજ ફિલ્મ તેને પ્રોડયુસ કરશે અને તેમાં બે મોટા સ્ટાર્સ લીડ રોલમાં હશે. માનુષીની પાછલી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની વાત કરીએ તો આ ફિલ્મમાં તે સમ્રાટ પૃથ્વીરાજની પ્રેમિકા સંયોગિતાના રોલમાં હતી. 

ચંદ્રપ્રકાશ દ્વિવેદીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમારે સમ્રાટ પૃથ્વીરાજની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં સમ્રાટ પૃથ્વીરાજ અને મોહમ્મદ ઘોરી વચ્ચે ૧૧૯૧ અને ૧૧૯૨માં થયેલા યુદ્ધને પણ દર્શાવવામાં આવ્યું છે.

Gujarat
English
Magazines