કેસરી ટૂ નિષ્ફળ છતાં અક્ષય તેની તમામ ફ્રેન્ચાઈઝીમાં રીપીટ થશે
- 150 કરોડની ફિલ્મ 42 કરોડ જ કમાઈ
- અક્ષય કુમાર દિશાહિન બન્યો, દેશભક્તિની થીમનો કસ કાઢ્યા કરશે
મુંબઇ : અક્ષય કુમાર ની 'કેસરી ટૂ' ૧૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બની છે પરંતુ તે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં માંડ ૪૨.૫૦ કરોડ રૂપિયા કમાઈ શકી છે. આમ છતાં પણ 'કેસરી'ની આગામી ફ્રેન્ચાઈઝીમાં અક્ષય કુમારને જ રીપિટ કરવાની જાહેરાત તેના દિગ્દર્શક દ્વારા કરવામાં આવી છે.
કરણ સિંહ ત્યાગીએ જણાવ્યું હતું કે, 'કેસરી' ની આગામી ફ્રેન્ચાઇઝીમાં અક્ષય કુમાર જ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સીરિઝની ભવિષ્યની ફિલ્મો રિયલ લાઇફ હીરોઝ પર આધારિત હશે અને તેમાં દરેકમાં અક્ષય કુાર જ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મો માટે અમારુ ંપ્લાનિંગ પણ થઇ ગયું છે.
અક્ષય કુમારની 'કેસરી' ફિલ્મ ૨૦૧૯માં રિલીઝ થઇ હતી. એ અરસામાં અક્ષય કુમારની દેશભક્તિની થીમ પરની ફિલ્મો ચાલતી હતી. જોકે, હવે તેની ફિલ્મો ફલોપ થઈ રહી હોવા છતાં પણ અક્ષય કુમારને કારકિર્દીમાં આગળ વધવા માટે કોઈ દિશા સૂઝતી નથી. આથી તે હજુ પણ દેશભક્તિની થીમનો ફાયદો ઉઠાવવાના પ્રયાસો કરવા માગે છે.